વિરપુર, તા. ૮
દેશમાં આજકાલ બાળકીઓ સાથેની બળાત્કારની ઘટનાઓ હચમચાવી મૂકી રહી છે. તાજેતરમાં કઠુઆ, ઉન્નાવ, સુરત અને રાજકોટ હેવાનિયત કેસ શાંત થયા નથી કે વધુ એક માસૂમ સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રોજાવ ગામે ૧૩ વર્ષની બાળકીને બે બાઈક સવારો મોંઢે રૂમાલ બાંધી આવી બળાત્કાર કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તરામાં ચકચાર મચી જવા પામ્યો હતો.
વીરપુર તાલુકાના રોજાવ ગામે ૧૩ વર્ષની બાળકી સાંજના ૬ વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરીને પાછી પોતાના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં ભાથીજીના મંદિર પાસે પગદંડી રસ્તા ઉપર પાછળથી બાઈક ઉપર બે અજાણ્યા માણસો મોઢા ઉપર રૂમાલ બાંધી આવેલ જેમાં બાઈક પાછળ બેઠેલ માણસ બાઈક ઉપરથી ઉતરીને બાળકીનું મોઢું દબાવી મોંઢા ઉપર રૂમાલ બાંધી જતો રહેલ અને ત્યાર બાદ આ બાઇકના ડ્રાઈવરે બાળકીને ઉંચકી કોતરમાં લઈ ગઈ જમણો હાથ ઝાડ સાથે બાંધી મરજી વિરૂદ્ધ બળાત્કાર કરી બંને નરાધમો ફરાર થવામાં સફળ રહ્યા હતા. ત્યારે છોકરી ઘરે જઈ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા છોકરીને વાત્રક હોસ્પિટલમાં લઈ ગયા હાતા. ત્યાં ડોક્ટરે તપાસતા છોકરીના પિતાને દુષ્કર્મ થયાનું જણાવેલ જે સમગ્ર ઘટના છોકરીએ તેના પિતાને જણાવતા વીરપુર પોલીસ સ્ટેશને બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મદદ ગારી કરી બળાત્કારની પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવામાં હતી. હાલ છોકરી સારવાર હેઠળ બાયડ હોસ્પિટલમાં છે. જયારે વીરપુર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.