વિસાવદર,તા.ર૪
વિસાવદર મત વિસ્તારની પ્રજા માત્ર ખેતી ઉપર આધારિત છે. હાલ આ મત વિસ્તારમાં મગફળીનો પાક ખૂબ જ થયેલ છે. ત્યારે ખેડૂતોની હાલત અત્યંત દયાજનક છે. ખેડૂતોને મગફળીના પાકમાં મુંડાનો ત્રાસ, ગુલાબી ઈયળોનો ત્રાસ, પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોએ મગફળી વેચાણ કરવા માટે દિવસ-રાતના ઉજાગરા ચાલુ કરેલ છે. વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે આગલા દિવસથી ખેડૂતો વાહનો લઈને પોતાની જલાસ અથવા પાક વેચવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી રાત ઉજાગરા કરતા હોય તથા તેને પોષણક્ષમ ભાવો મળતા ન હોય ખેડૂતોની નારાજગી વધતી જાય છે. કેટલાય ખેડૂતો લોન ના દેવામાં તથા કરજમાં દબાયેલા છે. દિનપ્રતિદિન ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે વધુ લોનની રકમની માગણી કરવી પડે તેવા સંજોગો ઉભા થયેલ છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા તથા મંજૂરી ખર્ચમાં દિનપ્રતિદિન વધારો થતો રહે છે ખેડૂતનોે આર્થિક રીતે પાયમાલ થતા જાય છે અનેે મગફળી વેચાણ કરવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે અને માલનું વેચાણ થયા બાદ ત્રણેક માસ બાદ ચેકથી પેમેન્ટ મળતું હોય તેથી ખેડૂતો વ્યાજના ચક્કરમાં આવતા થયા છે. ખેતી કરતા તમામ જ્ઞાતિના લોકોને સરકારથી નારાજગી છે અને આ નારાજગી સતાથી વિરૂધ્ધમાં મતદાન કરવા જઈ શકે છે અને ખેડૂતોની નારાજગી ભાજપ સરકાર માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે તેમ છે.
વિસાવદર મત વિસ્તારમાં ખેડૂતોની કફોડી હાલત : સરકાર સામે વ્યાપેલો રોષ

Recent Comments