ધોળકા,તા.૩૧
પેલેસ્ટાઈન, ગાઝાના તથા દુનિયાના મુસ્લિમ દેશો ઉપર ઈઝરાયેલ અને અમેરિકા જેવા દેશો જે અત્યાચાર ગુજારી રહ્યા છે અને ગુનાહ મુસલમાનોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. તેઓના આ ઝુલ્મના ખીલાફ રમઝાન મહિનાની છેલ્લી જુમ્આના દિવસને ઈન્ટરનેશનલ કુદંડ ડેના નામથી ઈરાનના ક્રાંતિકારી મુસ્તહીદ અને જૈયદ આલીમ ઈમામ ખુમૈની સાહેબે શરૂ કરેલ. જે આજે દુનિયાના દેશોમાં ઝાલીમોના ખીલાફ આ દિવસ ઉજવવામાં આવે છે. આજ રોજ ધોળકાના લીલજપુર મોટી મસ્જિદથી હુસૈની ચોક સુધી એક મોટું જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં ઈઝરાયેલ મુર્દાબાદ, અમેરિકા મુર્દાબાદ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. જેમાં લીલજપુર જુમ્આ મસ્જિદના મૌલાના સૈયદ રઝાઅલી આબેદી તથા મૌલાના અમ્માર હૈદરાબાદી દ્વારા તકરીરમાં મુસલમાનોના પહેલા કાબા બૈતુલ મુકદ્દસની આઝાદી માટે તથા ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ગુજારવામાં આવતા અત્યાચાર માટે આ દેશોની આકરી ઝાંટકણી કાઢી હતી. આ જુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી દરમ્યાન ઈઝરાયેલ અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ સળગાવાયા હતા.