અમદાવાદ, તા.ર૦
દેશભરમાં ગાંધીજીની ૧૫૦મી જંયતિ ઉજવણીના ભાગરૂપે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન દિલ્હી દ્વારા દેશવ્યાપી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનો હેતુ સમાજમાં દીકરીઓ પ્રત્યેનો અભિગમ અને માનસિકતા બદલવાનો છે. તો સમાજમાં બની રહેલી અનેક ઘટનાઓ છે જે ભાઈ બહેનનો પણ સંવાદ તૂટી રહ્યો છે. આ દરેક બાબતોથી સમાજને બહાર લાવવા માટે અમદાવાદના ગાંધી આશ્રમ સાબરમતીથી કાશ્મીર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરમાંથી યુવતીઓ આ રેલીમાં ભાગ લેશે અને આ યુવતીઓ અમદાવાદથી કાશ્મીર સુધી જશે. કાશ્મીરમાં પણ મહિલાઓ અનેક મુશ્કેલીથી ઘેરાયેલી છે તેમને પણ અનેક કાર્યક્રમ કરી સમજ પુરી પાડવામાં આવશે. આ રેલી દરેક વર્ગને કવર કરશે શાળાના નાના બાળકો, કોલેજીયન, અનેક વિસ્તારો કે, જ્યાં ભીડ જોવા મળતી હોય આ દરેક જગ્યાઓ અને ઘર-ઘર તથા દૂર-દૂર સુધી જાગૃતિના કાર્યક્રમ આપવામાં આવશે.
સામાજિક જાગૃતિ માટેની આ રેલીનું આયોજન ૨૧ ઓક્ટોમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરશે. આ રેલી ૨૧ ઓકટોમ્બર અમદાવાદથી લઈને ૧ નવેમ્બર સુધી શ્રીનગર સુધી ચાલશે.