ઈસ્લામ ધર્મના મહાનતમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.)ને દુનિયાભરના લોકો પ્રેમ કરે છે ત્યારે તેમનો પવિત્ર જન્મદિન વિશ્વના ખૂણે ખૂણે ઉજવાય છે અરબ-જગત હોય કે, યુરોપ, ઈન્ડિયા હોય કે અમેરિકા, ઈરાન હોય કે પાકિસ્તાન આ મહિનો મુબારક સાલગિરાહનો છે ત્યારે દુનિયામાં તેની ઉજવણી કઈ રીતે કરાઈ રહી છે એની કેટલીક તસવીરો અત્રે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. પ્રસ્તુત તસવીરો પૈકી પ્રથમ તસવીરમાં દક્ષિણ લેબેનોનના સિદોન શહેરના સૂફી મુસ્લિમો પરંપરાગત રીતે પોતાના પ્યારા પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં પયગમ્બર સાહેબે જે રીતે વિશ્વમાં રોશની ફેલાવી એની યાદમાં એમના પવિત્ર મિલાદ નિમિત્તે પાકિસ્તાની મુસ્લિમો માટીના દીવાઓ પ્રજ્જવલિત કરીને રોશની કરી રહ્યા છે. જ્યારે ત્રીજી તસવીરમાં આપણા કાશ્મીરના શ્રીનગરમાં હઝરતબાલ દરગાહ ખાતે પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના પવિત્ર બાલ મુબારકની ઝિયારત કરી ભાવુક બની ગયેલી મહિલા દૂઆ માંગતા ચોધાર આંસુએ રડી રહી છે.