ઈદ-ઉલ-અઝહા પયગમ્બર હ.ઈબ્રાહીમ (અ.સ.) અને અલ્લાહની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાના પુત્રનું બલિદાન આપવા માટેની એમની તત્પરતાનું સ્મરણ કરાવે છે. અલ્લાહ ત્આલાએ તે સમયે પયગમ્બર હ.ઈબ્રાહીમ (અ.સ.)ના પુત્રના સ્થાને કુરબાની માટે દુંબો ઉતાર્યો હતો. વિશ્વના ખૂણે-ખૂણે રહેલા મુસ્લિમ બિરાદરો ઈદ-ઉલ-અઝહાના દિવસે ઘેટાં, બકરા, ગાય અને ઊંટની કુરબાની આપીને તથા ગરીબોને દાન આપીને મિત્રો અને પરિવારની સાથે આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોની કબર પર જતા પણ જોવા મળે છે તથા મુસ્લિમ બિરાદરો પોતાના સગાવ્હાલા માટે ભેટ-સોગાદ અને નવા કપડા પણ ખરીદતા જોવા મળે છે. આ તહેવારે મક્કામાં પાંચ દિવસના અરકાનો કુરબાની સાથે પુરી થાય છે.
પ્રથમ તસવીર અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની છે. જ્યાં ઈદુ-ઉલ-અઝહાના પ્રથમ દિવસની ઉજવણી દરમ્યાન એક સુંદર અફઘાની બાળકી ચકડોળમાં ગોળગોળ ઘૂમવાનો આનંદ માણી રહી છે. જ્યારે બીજી તસવીરમાં રશિયાની રાજધાની મોસ્કો ખાતે આવેલી કેથેડ્રલ મસ્જિદનું અંદરનું દૃશ્ય જોવા મળે છે.