(એજન્સી) આસનસોલ, તા.ર૪
આસનસોલ શહેરમાં જય શ્રીરામના સૂત્ર અંગે ઉપદ્રવી તત્ત્વોએ પોતાની વ્યક્તિગત અદાવત નીકાળવાનું શરૂ કર્યું છે. આ જ દિશામાં મંગળવારે મહુઆડંગાલ લોકો ક્વાર્ટર કોલોનીના ચાર યુવકોએ ભિસ્તી મોહલ્લાના બે યુવકોને ઢોર માર માર્યો.
ત્યારબાદ સ્થિતિ સંપૂર્ણપણે વિસ્ફોટક થઈ ગઈ. પીડિત પક્ષના લોકો ગોળબંધ થઈ ગયા તેમજ આરોપીઓની કોલોનીનો ઘેરાવ શરૂ કરી દીધો તે બધા આરોપીઓને તેમને સોપવાની માંગ કરી રહ્યા હતા.
તણાવને જોતા વિસ્તારની તમામ દુકાનો બંધ થઈ ગઈ. બંને પક્ષો તરફથી વિવાદ થવા લાગ્યો. બાળ બોધન હાઈસ્કૂલ સહિત આસપાસની તમામ સ્કૂલોમાં રજા કરી દેવામાં આવી. પોલીસ નીરિક્ષક દેવજ્યોતિ સાહાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પહોંચેલા પોલીસ દળે સ્થિતિ નિયંત્રિત કરી.
વિવાદ કરી રહેલા લોકોને પોતા-પોતાના વિસ્તારમાં મોકલવામાં આવ્યા તેમજ બેરિકેંટિંગ કરી કામચલાઉ પોલીસ કેમ્પ લગાવવામાં આવ્યો. આરોપી બે યુવકોની ધરપકડ કરી પોલીસ અધિકારી પૂછપરછ કરી રહ્યા છે.
યાદ રહે કે હીરાપુર પોલીસ સ્ટેરન હેઠળ કાલાઝેરીયામાં પણ અપરાધીઓએ ફેરીવાળા પાસેથી ૪પ૦૦ રૂપિયા છીનવી લીધા પછી જય શ્રીરામના સૂત્ર લગાવી અન્ય સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.
ભિસ્તી મહોલ્લાના રહેવાસી તેમજ આસનસોલ કોલેજીએટ સ્કૂલના વિદ્યાર્થી ઉબેદ જાહિદ તેમજ સાહિલ સાજીદે જણાવ્યું કે તે સ્કૂલમાં નવમાં ધોરણના વિદ્યાર્થી છે. સ્કૂલમાં પરીક્ષા આપીને પોતાના મિત્રોની સાથે ઘર પરત ફરી રહ્યા હતા. તે લોકો મસ્જિદ પુલથી આગળ પોતાના મિત્રને છોડી આગળ વધી રહ્યા હતા. લોકો કવાર્ટરના મંદિરની પાસે ચાર યુવકોએ તેમને ઘેરી લીધા અને જય શ્રીરામ બોલવા માટે જણાવ્યું ઈન્કાર કરવા પર તેમના માર મારવામાં આવ્યો. તેમના સ્કૂલ યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો અને સ્કૂલ બેગ છીનવીને ફંકી દેવામાં આવી. કોઈ રીતે પોતાને બચાવીંને તેઓ પોત પોતાના ઘર પહોંચ્યા અને કુટુંબીજનોને તમામ માહિતી આપી. તેની સુચના મળતા જ ભિસ્તી મોહલ્લા, કસાઈ મોહલ્લા, મુસદ્દી મોહલ્લામાંથી અનેક લોકો ભેગા થઈ ગયા તેમણે મહુઆડંગાલ લોકો કવાર્ટર કોલોનીનો ઘેરાવ કરી દીધો તેમજ ચારેય આરોપીઓને તેમને સોંપવાની માંગ કરી. બોરો ચેરમેન ગુલામ સરવર, પાર્ષદ વશીમુલ હક, પાર્ષદ નસીમ અન્સારી ઘટના સ્થળે પહોંચયા તેમજ આક્રોશિત લોકોને સમજાવી શાંત રહેવાની અપીલ કરી.
તેમજ આરક્ષી નિરીક્ષક સાહાના નેતૃત્વમાં વિશાળ પોલીસ બળ ઘટના સ્થળે પહોંચ્યું તેમજ સ્થિતિ નિયંત્રિત કરી. લોકો મસ્જિદ પુલ પાસે ભેગા થયેલા લોકોને પાછળ હટાવવામાં આવ્યા તેમને સમજાવીને શાંત કરવામાં આવ્યા.
નિરીક્ષક સાહાએ આશ્વાસ્ત કર્યા કે આરોપીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જન પ્રતિનિધિઓ તેમજ પોલીસ અધિકારીઓના હસ્તક્ષેપ પછી મોટી ઘટના થતી ટળી. જો કે વિસ્તારમાં તણાવ અત્યારે પણ યથાવત છે.