(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
રાજધાની દિલ્હીના સદર બજારમાં રહેનાર મોહમ્મદ યુસુફ જે ઓલા ડ્રાઈવર હતા. ૯ ઓગસ્ટના રોજ પોતાના ઘરથી કામ પર નીકળ્યા પણ ત્યારબાદ પોતાના ઘરે પાછા ન ફર્યા. ૪૦ વર્ષીય મોહમ્મદ યુસુફ જ્યારે ઘણા સમય સુધી ઘરે ન પહોંચ્યા ત્યારે તેમના પરિવારે તેમની શોધખોળ કરવી શરૂ કરી અને પોલીસથી સંપર્ક કર્યો. દિલ્હી પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા પાડોશી રાજ્યોની પોલીસને સંપર્ક કર્યો. તપાસમાં સામે આવ્યું કે યુપી પોલીસને મથુરામાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો હતો અને આગ્રામાં એક ટેકસી મળી હતી પણ પોલીસે મૃતદેહની ઓળખ કર્યા વગર તેનું અંતિમ સંસ્કાર કરી દીધું. યુસુફ ૯ ઓગસ્ટના રોજ એક યાત્રીને દિલ્હીથી રાજસ્થાન અલવર લઈ ગયો હતો. પણ ત્યારબાદથી તે ગાયબ થઈ ગયો. જ્યારે દિલ્હી પોલીસે પાડોશી રાજ્યોની પોલીસથી આ મામલે વાત કરી ત્યારે ૧૧ ઓગસ્ટના રોજ યુપી પોલીસે મથુરામાં મૃતદેહ હોવાની જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, મૃતદેહ મળ્યો ત્યારે તેના હાથ બાંધેલા હતા અને શરીર પર ઘણા ઈજાના નિશાન હતા. ૧ર ઓગસ્ટના રોજ મૃતદેહની એક તસવીર મોહમ્મદ યુસુફની પત્નીને દેખાડવામાં આવી ત્યારે તેણે દાવો કર્યો કે તે એના પતિની જ છે. યુસુફના પરિવારે પોલીસથી મૃતદેહની માંગ કરી જેથી ઈસ્લામિક રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે પણ યુપી પોલીસે કહ્યું કે તેઓએ ૧૦ ઓગસ્ટના રોજ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી નાંખ્યો હતો. પરિવારે યુપી પોલીસ પર આરોપ લગાવ્યો કે મૃતદેહ મળ્યા બાદ પોલીસે પોતાની તરફથી તપાસ કરવાનો પ્રયાસ ન કર્યો અને યુસુફના પરિવારથી પણ સંપર્ક કરવાનો પ્રયાસ ન કરાયો. જો પોલીસને કોઈ અજાણ્યા શખ્સનો મૃતદેહ મળે છે ત્યારે નિયમ મુજબ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલતા પહેલાં આશરે ૭ર કલાક સુધી સુરક્ષિત રાખવામાં આવે છે. ત્યારબાદ તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પણ યુપી પોલીસે ગાઈડલાઈનને ફોલો ન કરતા યુસુફના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. યુસુફની મોટી બહેન અતિયાએ જણાવ્યું કે, જો તેમણે પોસ્ટમોર્ટમ કર્યું હશે ત્યારે તેમણે ખતના જોઈ હશે ને. યુપી પોલીસની આ સંપૂર્ણપણે નિષ્ઠુરતા છે. તેમણે રાહ જોવી જોઈતી હતી.