નવી દિલ્હી, તા.ર૩
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફટકાર પછી રાજસ્થાનની એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીની જાતિ બાબત વિવાદિત નિવેદન બદલ કોંગ્રેસી નેતા સી.પી.જોષીએ છેવટે પોતાના નિવેદન બદલ ખેદ વ્યકત કર્યો છે. રાહુલ ગાંધીએ શુક્રવારે સી.પી.જોષીના આ પ્રકારના નિવેદન સામે નારાજગી દર્શાવી હતી અને એમને દુઃખ વ્યક્ત કરવા કહ્યું હતું.
રાજસ્થાનમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરતાં જોષીએ કહ્યું હતું કે, ધર્મની બાબત ફક્ત બ્રાહ્મણોને જ ખબર હોય. એમણે ગ્રામીણોથી પ્રશ્ન કર્યો કે શું એમને મોદી, ઉમા ભારતી અને સાધ્વી રિતંભરાની જાતિની ખબર છે ? સી.પી.જોષીના વિવાદીત નિવેદનને રાહુલ ગાંધીએ પક્ષના આદર્શોની વિરૂદ્ધનો હોવાનું જણાવ્યું એ સાથે એમણે જોષીને માફી માંગવા પણ સલાહ આપી.
રાહુલે ટ્વીટ કરી લખ્યું હતું ‘સી.પી.જોષીનું નિવેદન પક્ષના આદર્શોની વિરૂદ્ધ છે. પક્ષના નેતાઓ એવા કોઈ નિવેદનો નહીં આપે જેથી સમાજના કોઈ વર્ગની લાગણી દુભાય. કોંગ્રેસના સિદ્ધાંતો કાર્યકર્તાઓની લાગણીઓની કદર કરી જોષીને પોતાની ભૂલ સમજાઈ હશે. જેથી એમણે દુઃખ વ્યકત કરવો જોઈએ. રાહુલ ગાંધીના આ ટ્વીટ પછી જોષીએ થોડીવાર પછી જ પોતાના ટ્વીટમાં પોતાના નિવેદન બદલ ખેદ વ્યકત કર્યો. જોષીએ નાથદ્વારામાં એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, ઉમા ભારતી લોધી છે, મોદી બ્રાહ્મણ નથી અને આ બન્ને હિન્દુત્વની વાતો કરી રહ્યા છે. હિન્દુત્વ બાબત ફક્ત બ્રાહ્મણોને જ જ્ઞાન હોય અન્યોને નહીં : ધર્મ અને પ્રશાસન બે જુદી જુદી વાતો છે.
રાહુલ ગાંધીની ફટકાર પછી તરત જ કોંગ્રેસ નેતા સી.પી.જોષીએ ખેદ વ્યક્ત કર્યો, મોદી અને ઉમા ભારતીની જાતિ બાબત વિવાદિત નિવેદન આપ્યું હતું

Recent Comments