(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
સરકારી વકીલે જવાબ માટે મુદ્દતની માંગણી કરતા કોર્ટ પાસે વચગાળાની રાહતની કરાઈ માંગણી. વચગાળાની રાહત માટે સીઆરપીસીમાં આવી કોઈ જોગવાઈ નથી અને વચગાળાની રાહત વાળો સુધારો હજુ અમલમાં આવ્યો નથી. સરકારી વકીલે નિત્યાનંદ આશ્રમની જમીન પર ચાલતી ડીપીએસ સ્કુલ વિવાદમાં ડીપીએસના મંજુલા પૂજા શ્રોફ, અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે મીરઝાપુર કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પર આજે હાથ સુનાવણી હાથ ધરાઈ. જેમાં સરકાર તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે કરાઈ સમયની માંગણી કરવામા આવી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખતા વધુ સુનાવણી ૬ ડિસેમ્બરે હાથ ધરાશે. જેમાં હિતેન વંસતના વકીલ દ્વારા વચગાળાની રાહત માટેની અરજી આપવામા આવી અને એમા તેમના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સર્વોચ્ચ અદાલતે સિદ્ધરામ માત્રેના કેસમાં એવું ઠરાવેલું છે કે જો મુદ્દત પડે કે સરકારી વકીલને નોટીસ જાય એ સમય દરમ્યાન કોર્ટ ને જે છે વચગાળાની રાહત આપવાની સત્તા છે. સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે સીઆરપીસીમાં આવી કોઈ જોગવાઈ નથી અને વચગાળાની રાહતવાળો સુધારો હજુ અમલમાં આવ્યો નથી. જેની સામે બચાવપક્ષના વકીલે સુપ્રીમ કોર્ટના બે જજમેન્ટ કોર્ટને બતાવ્યા જેમાં વચગાળાની રાહતની જોગવાઈ ન હોય તો પણ કોર્ટને સત્તા છે. અને જો સુધારો અમલમાં ન આવે તોય કોર્ટને સત્તા રહેલી છે. જો કે આ કેસમાં હવે વધુ સુનાવણી ૬ ડિસેમ્બરે હાથ ધરાશે. હિતેનવસંતના વકીલએ જણાવ્યું હતું કે અમારી આગોતરા જામીન અરજી હતી જેમાં સરકારી વકીલે જવાબ રજૂ કરવા મુદ્દત માંગી હતી. અમે વચગાળાની રાહત માટેની અરજી આપેલી. એમાં અમે દલીલી એવી કરી હતી કે સર્વોચ્ચ અદાલતે સિદ્ધરામ માત્રેના કેસમાં એવું ઠરાવેલું છે કે જો મુદ્દત પડે કે સરકારી વકીલને નોટીસ જાય એ સમય દરમ્યાન કોર્ટને જે છે વચગાળાની રાહત આપવાની સત્તા છે. સરકારી વકીલે સામે આવી દલીલ કરી હતી કે સીઆરપીસીમાં આવી કોઈ જોગવાઈ નથી અને વચગાળાની રાહતવાળો સુધારો હજુ અમલમાં આવ્યો નથી. જેની સામે અમે સુપ્રીમ કોર્ટના બે જજમેન્ટ બતાવ્યા જેમાં વચગાળાની રાહતની જોગવાઈ ન હોય તો પણ કોર્ટને સત્તા છે. અને જો સુધારો અમલમાં ન આવે તોય કોર્ટને સત્તા રહેલી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદનું ઘર બનેલી DPS ઇસ્ટના સંચાલકો મંજુલા શ્રોફ, હિતેન વસંત અને તત્કાલિન પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે FIR થઇ છે. જેથી હવે ધરપકડથી બચવા મંજુલા શ્રોફ અને હિતેન વસંત એ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી છે ત્યારે તંત્ર તેમને ઝડપી લેવા હવાતિયાં મારે છે. નોંધનીય છે કે હાથીજણ-હીરાપુર સ્થિત DPS ઇસ્ટમાંના નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓને ગોંધી રાખવામાં આવી હોવાની વાતને લઇને ભારે વિવાદ થયો છે. હાલ તો DPS ઇસ્ટની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે ત્યારે જ DPS ઇસ્ટ જે જમીન પર છે તે ખેતીની જમીન NA ન થઇ હોવા છતાં તેનું NAનું સર્ટિફિકેટ ઉપરાંત ગુજરાત સરકારનું ખોટું NOC બનાવીને CBSCમાં આપવામાં આવ્યું હતું. ખોટા દસ્તાવેજો બનાવવા બદલ DPS ઇસ્ટના સંચાલકો મંજુલા શ્રોફ, હિતેન વસંત તથા તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દુઆ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે.