જામનગર,તા.૧૬
જામનગર શહેરમાં ચિકનગુનિયાની અસર દરમિયાન એક વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું તથા ગઈકાલે શહેરમાં ડેન્ગ્યૂનો એક કેસ નોંધાયો હતો.
જામનગરમાં રોગચાળાએ માઝા મૂકી છે અને દરરોજ નવા નવા ભારે રોગના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે પણ એક જ દિવસમાં ફક્ત સરકારી હોસ્પિટલમાં અડધો ડઝન દર્દીઓને ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં, જો કે આજે ફક્ત એક જ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો.પરંતુ શહેરના ભીમવાસ શેરી નંબર.૧માં રહેતા નાઝાભાઈ ખીમાભાઈ ખરા નામના ૭૦ વર્ષના વૃદ્ધને બે દિવસથી ચિકનગુનિયાની અસર જોવા મળતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. આમ આરોગ્ય શાખાના અધિકારી દ્વારા આનુસંગિક કામગીરી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે.
જામનગરમાં ચીકનગુનિયાની અસરમાં આવેલ વૃદ્ધનું મોત

Recent Comments