હૈદરાબાદ, તા.૧
ક્રિકેટર અંબાતી રાયડુ હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે પણ ખરાબ વ્યવહારના પગલે ચર્ચાર્માં છે. ગુરૂવારે રાયડુ પોતાની કાર કાબૂમાં રાખી શક્યો નહીં. જેનાથી અમુક લોકોને ધક્કો વાગ્યો લોકોએ આનો વિરોધ કર્યો અને હોબાળો મચાવ્યો તો રાયડુ પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો નહીં અને કારની બહાર નીકળી ધક્કા મુક્કી કરવા લાગ્યો. જો કે તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. ઉપસ્થિત લોકોએ વચ્ચે પડીને ક્રિકેટરને કારમાં બેસાડી દીધો. અંબાતી રાયડુનો વીડિયો વાયરલ થયા બાદ અનેક પ્રશંસકોે સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. અંબાતી રાયડુને ગુસ્સાવાળો ખેલાડી કહેવામાં આવે છે. પહેલી મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને પૂણે વચ્ચેની મેચમાં હરભજનની બોલિંગમાં રાયડુની ખરાબ ફિલ્ડીંગના કારણે બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જતો રહ્યો. જેથી ભજ્જી ગુસ્સે થઈ ગયો હતો ત્યારે રાયડુ પણ ગુસ્સામાં તેની તરફ આગળ વધ્યો હતો.