અમરેલી, તા. ૭
વડિયાના એક રીક્ષા ચાલક મુસ્લિમ યુવાનને વૃક્ષો સાથેની અનોખી લાગણી ઓય તેણે પોતાના લગ્નમાં આવેલ મહેમાનો અને કુટુંબીઓને એક એક વૃક્ષનો રોપ આપી અનોખી મિશાલ કાયમ કરી પર્યાવરણ પ્રેમી તરીકેનું અનોખું ઉદાહરણ પુરૂ પડ્યું હતું, લગ્નના શુભ પ્રસંગે અશરફે પોતાના હાથે મહેમાનોને ૧૦૦ જેટલા વૃક્ષોના રોપ આપી તેની માવજત કરી ઉછેરવા સુધીની મહેમાનોને તાકીદ કરી હતી.
દેશમાં વસ્તી વધવાના કારણે જમીન ઉપર વસવાટ કરવા મનુષ્યોએ જમીન ઉપરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે અને દેશમાં વાહનો અને ઉદ્યોગો અને ઈલિક્ટ્રોનિક તકનીકી વધવાના કારણે દેશમાં પ્રદુષણ વધ્યું છે અને તેને સામે લડવા માત્ર વૃક્ષ એકજ એવું કુદરતે આપેલ બક્ષીશ છે કે તેના કારણે મનુષ્યોને અનેક ફાયદાઓ થાય છે સાથેજ પર્યાવરણને પણ ફાયદો થાય છે,
એટલે જ બચપણથી આવા વિચારો ધરાવતા વડિયાના મુસ્લિમ રીક્ષા ચાલક યુવાન અશરફ રજાકભાઈ મકવાણાએ આજે પોતાના લગ્નમાં આવેલ દરેક મહેમાનને એક એક વૃક્ષોનો રોપ આપી તેને ઉછેરી માવજત કરી મોટું વૃક્ષ બનાવવા સુધીની મહેમાનોને તાકીદ કરી હતી.