સાવરકુંડલા, તા.ર૧
સાવરકુંડલા તાલુકાનું ઘોબા ગામ આમ તો ખારાપાટ વિસ્તારનું ગામ અહીં સિઝન દરમ્યાન ઘઉં ચણા સિવાય કોઈ પાક લેવાતો ન હતો. તો વળી ખારાપાટ વિસ્તારને કારણે પાણીની તકલીફ હતી જેથી હજારો એકર ખેડૂતો ની જમીન અહી બંજર હતી અને બેકારી ને કારણે ખેડૂતો સુરત અમદવાદ તરફ કુટુંબ સહીત હિજરત કરી હતી ત્યારે આ જ સમય બદલાયો છે અહી આ જ બંજર જમીન માં નીલગીરી બાદ મીલીયા ના વૃક્ષો હાલ આ ખેડૂતો ને કરોડો ની કમાણી કરાવી રહ્યા છે
અહી થોડા સમય પહેલા અમેરિકાના ડો.ભાસ્કર સવાણી ઘોબા દરબાર શ્રી દીલુભાઈ તથા કનુભાઈ ખુમાણના દરબારગઢમાં મહેમાન બની આવે છે અને દીલુભાઈ પાસેથી આ વિસ્તારની સઘળી માહિતી એકઠી કરી આ વિસ્તાર મનો થોડોઅભ્યાસ કરી અહીંના લોકોને આ બંજર જમીનમાં મીલીયાના વૃક્ષો વાવવાનું સૂચન કરે છે અને ડો.ભાસ્કરના નિર્દેશ હેઠળ દીલુભાઈની બંજર જમીનમાં આ વૃક્ષોને ઉજેરવામાં આવે અને અહીથી હરિત ક્રાંતિનો આ સાવ ખારાપાટ વિસ્તારમાં ઉદય થાય છે .ત્યારે હાલ આ ખારાપાટ વિસ્તાર મજ મિલિયાના ત્રણ લાખ થી વધુ વૃક્ષો ઉજારી રહ્યા છે જે ફળ સ્વરૂપે આ બંજર ખારોપાટ વિસ્તાર હાલ હરિત ક્રાંતિ સર્જી રહ્યો છે અને દૂર-દૂર સુધી લીલાછમ વૃક્ષોના જંગલ અહી ખડકાઈ ચૂક્યા છે. જે થી સિંહોએ પણ પોતાનું નવું રહેઠાણ આ વિસ્તારને બનાવી દીધું છે. ખાસ કરી આ વિસ્તારમાંથી વર્ષો પહેલા બેકારીને કારણે ખેડૂતો સુરત સ્થાઈ થયા હતા તે ખેડૂતો ફરી પાછા આ મિલિયાની ખેતી માટે સુરત અમદાવાદથી પરત ફરી અહી ખેતી કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. ખાસ કરી આ મિલિયા નામક વૃક્ષ પાંચ વર્ષે ઉદ્‌પાદન આપે છે અને સાવ નજીવો ખર્ચ તેમાં થાય છે અહી ઘોબાના વતની વિપુલ વેચાય ભાઈ વોરા વર્ષોથી સુરત સ્થાઈ થયા હતા પરતું તેના ધ્યાને આવતા આ મિલિયા ના વૃક્ષો પોતાના ૩૦ વિઘાના ખેતરમાં વાવી હાલ તેની માવજત કરી રહ્યા છે ત્યારે ઘોબા દરબાર શ્રી દીલુભાઈ ખુમાણના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ખેતીની આવક ખૂબ ઓછી હતી જેથી ગામ મૂકી લોકો અન્ય સ્થાઈ થયા હતા. ત્યારે આ વિસ્તારના વતની ભાસ્કર ભાઈને આ ખારાપાટ વિસ્તારને ગ્રીન બેલ્ટ બનવા માટે અનેકો સુજાવ આપેલ જેમાં આ મિલિયાના વૃક્ષો આ વિસ્તારની જમીનને મેચ થયા મિલિયાનું વૃક્ષ ૧૦થી ૧૫ રૂપિયાની કિંમતનું આવે છે અને ઓછા પાણી અને વગર દવા એ આ વૃક્ષ ઉજારી જાય છે જે ચાર-પાંચ વર્ષે આ વૃક્ષ પાંચથી છ હજારની કિંમતે છે જેથી ૩૦ વિધાના વૃક્ષ ૨૪ કરોડ જેટલી માતબર રકમની ઉપજ આપે છે આ વૃક્ષને લેવા મુંબઈ સુરત ભાવનગરના વેપારીઓ પડાપડી કરે છે. પ્લાય સહિત ફર્નિચરમાં આ વૃક્ષનો ઉપયોગ થાય છે હાલ અહી આ ખારાપાટ વિસ્તારને જુવો તો અહી જાણે ચો તરફ હરિત પ્રદેશ લાગે લીલું છમ જંગલ હોવાનું દૂરથી ફલિત થાય છે. જે જંગલ જેવું હોવાથી અહી સિંહ પણ આવી પોતાનું કાયમી રહેથાન બનાવી રહ્યા છે. અહીં ૧૦થી વધુ સિંહોનો પણ કાયમી વાસ્વથાઈ ચૂક્યો છે ત્યારે આ મિલિયાના વૃક્ષો આ વિસ્તારમાં ૩ લાખથી વધુ વાવેલા છે. જેમાં દીલું ભાઈ મોટા ખેડૂત છે તેમને પણ પોતાની ૫૦૦ વીઘા બંજર જમીનમાં આ વૃક્ષો વાવી કમાલ કરી કરોડોની કમાણી કરી છે. ત્યારે આ ખારાપાટ વિસ્તારને લીલોછમ જંગલ જેવો બનાવી દીધો છે જે પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે. ત્યારે આ ખારાપાટ વિસ્તાર માં સરકાર શ્રી દ્વારા અહી આ વિસ્તારમાં માં મુલાકાત લઇ આ વિસ્તારના પ્રગતિશિલ ખેડૂત દીલું ભાઈ કનું ભાઈ સહિતને પ્રોત્સાહિત કરવા જરૂરી છે જેના કારણે આ બંજર જમીનોની કિંમત વધી છે લોકો સુરત મૂકી ફરી અહી ખેતી તરફ વળ્યા છે અને સુકા પ્રદેશમાં હરિત ક્રાંતિ સર્જી છે જે માટે સરકાર યોગ્ય કરે તે જરૂરી છે.