(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
આગામી ૧૭ જાન્યુઆરીના રોજ વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવી અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તે અગાઉ જૂની વી.એસ. હોસ્પટિલ પાછલા બારણે બંધ કરવાના કે નવી હોસ્પિટલનું ખનગીકરણ કરવાના વિવાદે જોર પકડ્યું છે. કોંગ્રેસ દ્વારા સતત દેખાવો, પરદર્શન રજૂઆત બાદ આજરોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કચેરી સામે આક્રમક દેખાવો સાથે ધરણક કરી હોબાળો મચાવી દીધો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વી.એ. હોસ્પિટલ બચાવ અભિયાન હેઠળ મ્યુ. કોર્પોરેશન ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ શશીકાંત પટેલ, અને મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા દ્વારા ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણાના કાર્યક્રમમાં પ૦૦૦થી વધુ કાર્યકર્તાઓએ હાજર રહી અભૂતપૂર્વ સફળતા અપાવી હતી.ંઆજના ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમિત ચાવડાએ જ્યાં સુધી જૂની વી.એસ. હોસ્પિટલને સરકાર પટેલના ઉદ્દેશ્ય મુજબ યથાવત્‌ ચાલુ રાખવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
ધારાસભ્ય ગ્યાસુદદીન શેખે જાહેરાત કરી હતી કે આગામી સપ્તાહમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે હું પોતે વી.એસ. હોસ્પિટલના ટ્રસ્ટીઓ જે હાઈકોર્ટમાં લડાઈ લડી રહ્યા છે તેમાં હું પી.આઈ.એલ. કરી સામેલ થઈશ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો વી.એસ. હોસ્પિટલને ૧૧પપ પથારી સાથે કાર્યરત રાખછાની જાહેરાત નહીં કરે તો આમગી ૧૭ જાન્યુઆરી ર૦૧૯ના રોજ વડાપ્રધાનના હસ્તે થનાર નવી હોસ્પિટલના ઉદ્‌ઘાટન પ્રસંગે અમદાવાદના સમગ્ર ૪૮ વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ધરણા યોજી તેમજ આકાશમાં વી.એસ. હોસ્પિટલ બચાવના નારા સાથે કાળા ફુગ્ગા અને પતંગ છોડીને આકાશ ભરી દઈ વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.
અમદાવાદ શહેર પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ સતત ૪૮ વોર્ડમાં ધરણાના કાર્યકર્મ અને સહી ઝુંબેશ ચાલુ રાખશે.
શાહપુર-દરિયાપુર વિધાનસભાના તમામ પ૦૦થી વધુ કાૃયકર્તાઓ બાઈક રેલી તેમજ આઈસર ગાઢીઓમાં સભાસ્થળે પહોંચીને સભાને સફળ બનાવવા પ્રયત્ન્‌ કર્યા હતા. આ ઉપરાંત બહેરામપુરા દાણીલીમડા, જમાલપુર, ગોમતીપુર, રખિયાલ, બાપુનગર, સહિત વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો બાઈક આઈસર, ટેમ્પો, સહિતના વાહનોમાં બેસી સભા સ્થળે પહોંચ્યા હતા.
આજના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુન અમિત ચાવડા, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, મ્યુ.કોર્પો.ના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા, ધારાસભ્ય ગ્યાસુદ્દછન શેખ, ઈમરાનખેડાવાલા, શૈલેષ પરમાર, અને હિંમતસિંહ પટેલ સહિત પ૦૦૦થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાંથી ઉમટી પડેલા કાર્યકરો લઈ પોલીસનો જંગી કાફલો સભાસ્થળે અને કોર્પોરેશન કચેરી ફરતે ગોઠવી દેવાયો હતો. કેટલાક કાર્યકરોએ રસ્તા પર બેસી બસ રોકી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુું હતું.