અમદાવાદ, તા.ર૭
ગુજરાત પોલીસ હવે દેશની પહેલી પોલીસ ફોર્સ બની ગઈ છે કે, જે ટેઝર ગનનો યુઝ કરશે. ટેઝર ગન એ એક ઈલેક્ટ્રીક શોક આપતી ગન છે. હોલિવૂડ સહિતનાં મુવીમાં તમે આ ગનનો ઉપયોગ થતાં જોયો હશે. અમેરિકાની પોલીસ દ્વારા આવી ટેઝર ગનનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં ગુજરાત પોલીસ દ્વારા વીવીઆઈપી, વીઆઈપીઓની સુરક્ષા માટે ૨૫ ટેઝર ગન વસાવવામાં આવી છે. આ અંગે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ ટ્‌વીટ કરી જાહેરાત છે. ડીજીપી શિવાનંદ ઝાએ શુક્રવારે સાંજે ટિ્‌વટ કર્યું કે હતું કે “ગુજરાત પોલીસ એ દેશની પહેલી લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે કે જેણે ૨૫ ટેઝર ગન ઉમેર્યાં છે, આધુનિકરણના પ્રયત્નોના ભાગરૂપે જે તેના શસ્ત્રાગારમાં ઓછા ઘાતક શસ્ત્ર છે. ટેઝર બંદૂકોનો ઉપયોગ વીવીઆઈપી/વીઆઈપી સુરક્ષા, ભીડ નિયંત્રણ અને ડી-એસ્કેલેશન હથિયાર તરીકે થઈ શકે છે.
ટેઝર ગન એક ઇલેક્ટ્રિકલ શોક હથિયાર છે. આ બંદૂક વડે ફાયરિંગ કરવાથી તાર સાથેની બે નાની પીન જેવાં ડાર્ટ વ્યક્તિનાં શરીરમાં ઘૂસી જાય છે. જે બાદ વ્યક્તિને જોરદાર ઈલેક્ટ્રીક શોક લાગે છે. અને આ શોકને કારણે તોફાની વ્યક્તિ ત્યાંને ત્યાં જ ઢળી પડે છે. જો કે, આ ગનથી કોઈ વ્યક્તિને ગંભીર નુકસાન થતું નથી. તોફાની તત્વોને કાબૂ કરવા માટે આ ગન ખૂબ જ કારગાર છે.
ગનને વસાવવામાં ગુજરાત પોલીસ દેશની સૌ પહેલી લો એન્ફોર્સમેન્ટ એજન્સી બની છે. તોફાનીઓ, હુમલાખોર કે ભીડને કાબુમાં લેવા માટે આ ગનનો ઉપયોગ થઈ શકે છે. ગનથી હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક આંચકો આપી જે તે વ્યક્તિના ચેતા સ્નાયુને અસમર્થ બનાવીને તેણે કન્ટ્રોલમાં કરે છે.