અમરેલી, તા.૨૫
સાવરકુંડલામાં વ્યાજખોર શખ્સે કંઈક લોકોને ઘર બેઘર કરતા આજે તે શખ્સના ઘર ઉપર સરકાર દ્વારા ડિમોલેશન હાથ ધર્યું હતું અને આજે કંઈકને બેઘર કરનાર શખ્સ પોતેજ ઘર વગરનો થયેલ હતો.
સાવરકુંડલામાં પંથકમાં વ્યાજના ગેરકયદેસર ધંધો કરનાર મનુભાઈ ભીમાભાઇવાળા દ્વારા શહેરના કંઈક લોકોને વ્યાજે પૈસા આપી તેમની સામે તેમની મિલકત વાહનો સહિતની વસ્તુઓ લઇ બાદમાં પણ વ્યાજ શરૂ રાખી ધાકધમકી આપનાર શખ્સ મનુભાઈ ભીમાભાઇવાળા તેમજ તેમના પુત્ર ઉપર સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસમાં અંદાજે દસેક જેટલી પોલીસ ફરિયાદો નોંધાયેલ હતી. જે ફરિયાદો બાદ આરોપીઓ નાસ્તા-ફરતા હતા અને તે જે મકાનમાં રહેતો હોઈ તે મકાન જાહેર રસ્તામાં અને ગેરકાયદેસર રીતે સરકારી જમીન પચવાઇ પાડેલ હોઈ અને તેની ઉપર મોટી મિલકત મકાન બનવાઈ લીધેલ હોઈ જે બાબતે આજે તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવેલ હતું. મનુભાઈવાળા દ્વારા કંઈક લોકોની જિંદગી બરબાદ કરી નાખેલ હતી. સાવરકુંડલા પંથકમાંથી લોકોને હિજરત કરવાના ફરજ પડી હતી.