(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
શુક્રવારે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા ચાર કલાકમાં સૌથી વધુ તાપી જીલ્લાના વ્યારામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્‌યો છે. ભારે વરસાદના પગલે તાપી જિલ્લામાં આવેલી નદીઓમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નિચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવવાની શરૂઆત થઇ ગઇ છે. શુક્રવારે પડેલા વરસાદના કારણે તાપી જીલ્લાના વ્યારામાં ૮૧ મિમિ વરસાદ પડ્‌યો છે. જ્યારે નિઝરમાં ૧૬ મીમી , સોનગઢમાં ૩૨ મીમી , ઉચ્છલમાં ૪૮ મીમી , વાલોડમાં ૩૦ મીમી , ડોલવણમાં ૨૦ મીમી , કુકરમુંડામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. નવસારી જીલ્લામાં સોથી વધુ વરસાદ ખેરગામમાં ૩૪ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં ૪ મીમી , જલાલપોરમાં ૮ મીમી , ગણદેવીમાં ૧૨ મીમી , ચીખલીમાં ૨૬ મીમી , વાંસદામાં ૨૪ મીમી વરસાદ પડ્‌યો છે. વલસાડ જીલ્લામાં માત્ર ધરમપુરમાં ૩ મીમી , પારડીમાં ૨ મીમી , વલસાડમાં ૨ મીમી અને વાપીમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે. ડાંગ જીલ્લાનાં સુબીરમાં ૧૩ મીમી , વઘઈમાં ૧૧ મીમી , આહવામાં ૪ મીમી અને સાપુતારામાં બે મીમી વરસાદ નોંધાયો છે. વ્યારામાં ચાર કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવનને અસર પહોંચી છે. સવારે કામ ધંધે જતા લોકોને રોડ પર પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. તાપી જીલ્લામાં ગત રોજથી પડી રહેલા વરસાદ પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. તાપી જીલ્લામાં આવેલી તાપી , અંબિકા , પૂણાર્શ્વ , મિંઢોળા અને ઝાખરી નદીમાં વરસાદી નવા નીર આવ્યા છે. જ્યારે નવસારી જીલ્લામાં અંબિકા , ખરેરા , કાવેરી અને તળાવો , કોતરોમાં નવા નીર આવ્યા છે.