(એજન્સી) તા.૧૮
સોમવારે મુંબઈની ઈએસઆઈસી હોસ્પિટલમાં લાગેલી આગના કારણે છ મહિનાની બાળકી સહિત આઠ લોકોના મૃત્યુ થયા હતા. દુર્ઘટના પછી અહીંના કર્મચારીઓએ હોસ્પિટલમાં જરૂરી માળખાકીય અભાવના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દુર્ઘટનામાં અતિશામક દળના ત્રણ કર્મચારીઓ સહિત ૧૭૬ લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલના કર્મચારીઓએ હાથમાં પ્લેકાર્ડ રાખી કરેલા વિરોધ પ્રદર્શનમાં આ દુર્ઘટના બદલ હોસ્પિટલના વહીવટીતંત્રને જવાબદાર ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૦માં અંધેરીના પરા વિસ્તાર માસેલમાં ૩રપ બેડ ધરાવતી ઈએસઆઈસી હોસ્પિટલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે સોમવારે મૃત્યુ પામનાર લોકોના પરિવાર માટે રૂા.૧૦ લાખ ગંભીર રીતે ઘાયલ થનાર લોકો માટે રૂા.ર લાખ અને સામાન્ય ઈજા પહોંચી છે તેવા વ્યક્તિઓને રૂા.૧ લાખની સહાય જાહેર કરી છે.