(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં ઈસ્લામોફોબિયાનું વ્યાપ વધતું જાય છે. સમગ્ર દુનિયામાં આ પ્રકારની નફરતનો ભોગ નિર્દોષ મુસ્લિમો બની રહ્યા છે. આ જ પ્રકારની એક ઘટના બની છે જ્યાં રેસ્ટોરેન્ટમાં ગ્રાહકે મુસ્લિમ વેઈટરને ‘ટીપ’ આપવાનો ઈન્કાર કરી ટિપ્પણી કરી કે ‘અમે ત્રાસવાદીઓને ટીપ નથી આપતા’. આ ઘટના અમેરિકાના ટેક્ષાસમાં બની છે. એક રેસ્ટોરેન્ટમાં ખલીલ નામના વેઈટરે ગ્રાહક સામે બિલ મૂક્યું. ગ્રાહકે નામ જોઈને જ ટકોર કરી કે અમે ત્રાસવાદીઓને ટીપ નથી આપતા. આ સાંભળતા જ વેઈટર ખલીલને ખૂબ જ દુઃખ થયું.
દર હકીકતે વેઈટર ખલીલ મુસ્લિમ ન હતો પણ ક્રિશ્ચિયન હતો. એમના નામ ઉપરથી ગ્રાહકે મુસ્લિમ સમજી આ પ્રકારનો વહેવાર કર્યો હતો.
મુસ્લિમો પ્રત્યેની નફરતના લીધે આવા લોકો આંધળા બની ગયા છે. જે રીતે ત્રાસવાદીઓ અને અસામાજિક લોકોને બધા લોકો ત્રાસવાદી દેખાય છે અને કોઈ પણ નિર્દોષ જણાતો નથી. એ જ રીતે આ પ્રકારના લોકોને બધા મુસ્લિમો ત્રાસવાદી દેખાય છે. વેઈટરે પોતાની વ્યથા ફેસબુક ઉપર જણાવી હતી. જેના લીધે એમને ઘણાં બધા લોકો પાસેથી સાંત્વના સંદેશો મળ્યા હતા.