લાહોર,તા.૩
વિરાટ કોહલીની ગણના હાલનાં દુનિયાનાં શ્રેષ્ઠ બેટ્સમેન્સમાં કરવામાં આવે છે. કોહલીની બેટિંગ જોઈને દુનિયાનાં દરેક બોલર્સ તેની સામે બોલિંગ કરતાં ગભરાય છે. આ જ કારણ છે કે, દરેક બોલર એ પ્રયત્નમાં રહે છે કે વિરાટને વહેલામાં વહેલી તકે આઉટ કરવામાં આવે. પરંતુ, પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર યુનુસ ખાનનું માનવું છે કે કોહલીની ટેકનિકમાં હજુ પણ ઘણી બધી ખામીઓ છે.યુનિસ ખાનનું માનવું છે કે, વિરાટ વિરુદ્ધ એક ખાસ રણનીતિ સાથે કોઈ બોલર બોલિંગ કરે તો તેને સરળતાથી આઉટ કરી શકાય છે. વકારનાં મંતવ્ય અનુસાર, વિરાટ કોહલી હજુ પણ ઓફ સ્ટમ્પની બહાર આવતી બોલને મારવાનો પ્રયત્ન કરે છે. એવામાં સામેવાળી ટીમનાં બોલરની પાસે વિરાટને આઉટ કરવાનો ગોલ્ડન ચાન્સ હોય છે.
વકારે જણાવ્યું હતું કે, જો તમે એક આઉટસ્વિંગ બોલર હો, જેવો કે હું મારા ક્રિકેટિંગ કરિયર દરમિયાન હતો, તો તમને ગુડ લેન્થ પર બોલ નાંખી વિરાટને સ્ટંપથી બહાર રમવા માટે મજબૂર કરવું પડશે. આવામાં તેણે મોટાભાગનાં બોલને રમવા માટે ટ્રાય કરવી પડશે અને બોલને બેટની ધાર લાગવાની સંભાવના ખૂબ વધી જશે.
કોહલીની ટેકનિકમાં હજુ ઘણી બધી ખામીઓ છે : વકાર યુનુસ

Recent Comments