નવી દિલ્હી, તા.ર૪
પોતાની સ્વિંગ બોલિંગથી બેટસમેનોને હેરાન કરનાર પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમનું માન્ચેસ્ટર એરપોર્ટ ઉપર અપમાન થયું છે. અકરમને એરપોર્ટ ઉપર શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું છે. અકરમે ટ્‌વીટ કરતા કહ્યું કે મંગળવારે માન્ચેસ્ટર એરપોર્ટ પર થયેલા વર્તનથી ખૂબ જ નિરાશ છું. હું મારા ઈન્સ્યુલીન સાથે વિશ્વભરમાં પ્રવાસ કરૂં છું. પણ મને ક્યારેય આવી શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. અકરમે કહ્યું કે એરપોર્ટ મેનેજમેન્ટે તેની દવાઓની યોગ્ય રીતે દેખરેખ કરી નહીં. દર્દીઓને ઈન્સ્યુલીનને કોલ્ડકેસમાં લઈ જવાની હોય છે. પણ તેમને આને કાઢીને પ્લાસ્ટિક બેગમાં રાખવા માટે કહેવામાં આવ્યું. અકરમે કહ્યું કે આ ઉપરાંત તેની સાથે કઠોરતાથી પૂછપરછ કરવામાં આવી. મારી સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરવામાં આવી અને જાહેરમાં ઈન્સ્યુલીનને તેમના કોલ્ડકેસમાંથી કાઢીને પ્લાસ્ટિક બેગમાં મૂકવામાં આવ્યા.