(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
પોલીસ પણ આખરે મનુષ્ય છે, તેને પણ પરિવાર અને પારીવારિક વ્યવહાર અને સંબંધો હોય છે. જેની પ્રતિંતી સુરત શહેર પોલીસ કમિશનરને થતાં તેમણે સુરત શહેરમાં ફરજ બજાવતાં પો.ઇ / પો.સ.ઇ. અઠવાડિયામાં એક વિકલીઓફ આપવામાં નક્કી કરવામાં આવ્યું હોવાનું એક પરિપત્ર બહાર પાડ્યો હતો.
થાણાના પોલીસ ઇન્સપેક્ટર પોલીસ સ્ટેશનના બાકી રહેતા પો.સ.ઇ.નો રોટેશન મુજબ જુદા-જુદા દિવસો નક્કી કરી વિકલીઓફ આપશે અને વિકલી ઓફના દિવસે હે.ક. છોડી શકાશે નહીં તેમજ કોઇ રજા સાથે વિકલીઓફના દિવસે જોડી શકાશે નહીં તેવું પરિપત્રમાં દર્શાવાયું છે.
૧૯૯પમાં શહેરના પોલીસ કમિશનર સી.પી.પાંડે હતા તે વખતે પણ પોલીસને જાણ કરીને રજા લઇ શકતા હતા. તેના પછી આ વખતે આવો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશનર કચેરી ખાતેથી સાંજે એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર સતીષ શર્માની સહિ સાથે જણાવ્યું હતું કે, શહેરના તમામ સેક્ટરના પોલીસ સ.ઇ. અને પો.ઇ.એ અઠવાડિયા દરમિયાન કામકાજ કર્યા બાદ અધિકારીઓને વિકલીઓફ મળે તે જરૂરી છે, તે માટે પુખ્ત વિચારના અંતે સુરત શહેરમાં ફરજ બજાવતાં પો.ઇ – પો.સ.ઇ.ને એક વિકલીઓફ આપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ દર રવિવારે પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને વિકલીઓફ રહેશે અને તે દરમિયાન થાણાના ચાર્જ જે તે પો.સ્ટે.માં સેકન્ડ પો.ઇ. – અને સિનિયર પો.સ.ઇ. સંભાળશે. આ સેકન્ડ પો.ઇ અને સિનિયર પો.સ.ઇ.ને રવિવાર સિવાયના દિવસે વિકલીઓફ આપવામાં આવશે.