મુંબઈ,તા.૩૧
૨૦૧૯ના સ્વાગત માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત આખા વિશ્વમાં તૈયારીઓ પૂર્ણ થઇ હતી. ભારતીય સમય અનુસાર, સાંજે ૪.૩૦ વાગ્યે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં (લોકલ ટાઇમ ૧૨ વાગ્યે) ન્યૂયરનું સેલિબ્રેશન શરૂ થયુ હતુ. આ પ્રસંગે પારંપરિક અંદાજમાં શાનદાર આતશબાજી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડનો સમય ભારતથી ૭.૩૦ કલાક આગળ છે આ માટે દર વખતે સૌથી પહેલાં નવા વર્ષનું સેલિબ્રેશન અહીં જ થાય છે. વિશ્વમાં સૌથી પહેલા વર્ષ ૨૦૧૯ની શરૂઆત ન્યૂઝીલેન્ડમાં થઈ ગઈ છે. મહત્વનું છે કે, વિશ્વમાં નવા વર્ષનું સૌપ્રથમ આગમન ઓકલેન્ડમાં થયું છે ત્યારે દેશમાં પણ લોકો નવા વર્ષને આવકારવા માટે થનથની રહ્યા છે. કેટલાક લોકોએ નવા વર્ષને મન ભરી માણવા માટે આગોતરા આયોજનો પણ કર્યા છે. નવા વર્ષને લઇને લોકોમાં અનોખો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ બરાબર ૧૨ કલાકના ટકોરે નવા વર્ષને માણવા માટે લોકો અત્યારથી જ હિલોળે ચઢ્યા છે.
વર્ષ ૨૦૧૮ને વિદાય આપવા અને વર્ષ ૨૦૧૯નું સ્વાગત કરવા માટે વિશ્વના દેશો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા હતા. જુદા જુદા દેશોમાં પાર્ટીઓનો દોર નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ શરૂ થયો હતો. પરંપરાગત રીતે ધણા દેશોમાં નવા વર્ષનું ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વર્ષને આવકારવા મોટા દેશોમાં ધણા દિવસ પહેલાંથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.નવા વર્ષને આવકારવામાં લોકો વ્યસ્ત દેખાયા હતા. બીજી બાજુ વિશ્વના દેશો પણ નવા વર્ષનું ભવ્ય કાર્યક્રમ અને શાનદાર આતશબાજી સાથે સ્વાગત કરવા સુસજ્જ થઈ ગયા હતા. સિડનીના લોકપ્રિય બંદર પર નવા વર્ષની ઉજવણી માટે પહેલાથી જ તૈયારી કરી લેવામાં આવી હતી. સમગ્ર વિશ્વના લોકો ૨૦૧૮ને ગુડબાય કરવા અને ૨૦૧૯ને આવકારવા પહેલાથી જ તૈયાર થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બર ખાતે વેન્ટેજ પોઇન્ટ ઉપર લાખો લોકો એકત્રિત થયા હતા. સિડની હાર્બર બ્રિજ ઉપર પણ શાનદાર આતશબાજીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં સમગ્ર આકાશ આતશબાજીથી છવાઇ ગયું હતું.
ઓસ્ટ્રેલિયા પણ વિવિધ કાર્યકમો રાતભર ચાલ્યા હતા. વર્ષ ૨૦૧૮માં બનેલી કેટલીક દુઃખદ ધટનાઓને ભુલી જઈને વિશ્વના લોકો ૨૦૧૯ની આવનારી ખુશીને લઈને આશાસ્પદ દેખાયા હતા. વર્તમાન સમયમાં વિશ્વની સ્થિતિ એવી બની છે જેમાં ધરની દરેક વ્યક્તિ નોકરી કરતી થઈ છે. મોંધવારી સતત વધી રહી છે. આવામાં પરિવારની એક વ્યક્તિ નોકરી કરે તેનાથી ધરને વ્યવસ્થિત ચલાવવું વ્યવસ્થિત નથી જેથી પરિવારના ધણા લોકો નોકરી કરતા થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રસંગની ઉજવણી સારી રીતે થાય તે સ્વાભાવિક છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે જે હવે આગામી બે ત્રણ દિવસ સુધી જારી રહેશે. ન્યૂયોર્ક શહેરમાં લાખો લોકો ટાઈમ્સ સ્કવેર ખાતે પરંપરાગત મીડ નાઈટ બોલ ડ્રોપને જોવા માટે ઉમટી પડ્યા હતા. ૨૦૧૯ને વધાવવા માટે ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ ખાતે મોટા પ્રમાણમાં ફટાકડાઓ ફોડીને સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ દબદબાભેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલી ઉજવણી એશિયન દેશોમાં થઇને અમેરિકા ખાતે પૂર્ણ થઈ હતી. જાપાનમાં મધ્ય રાત્રિ પરંપરાગત પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. તાઇપેઇ અને તાઇવાનમાં પણ મધ્યરાત્રે ફટાકડાઓ ફોડીને નવા વર્ષના આગમનને વધાવવા લોકો સજ્જ હતા. ડાન્સરો લોકોના દિલ મનમોહક ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. જાપાનમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટાભાગે લોકો પરિવાર સાથે ધરે રહેતાં હોય છે. જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલા ૬૦૦ વર્ષ જૂના બૌદ્ધ મંદિર ખાતે હજારો લોકોએ ફુગ્ગાઓ છોડીને નવા વર્ષના આગમનને વધાવી લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષની પાર્ટીઓને લઈને આ વખતે વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૮માં કેટલાક એવા બનાવ બન્યા હતા.
ગુડબાય ૨૦૧૮ : વેલકમ ૨૦૧૯ની ભવ્ય આતશબાજી સાથે શરૂઆત

Recent Comments