અબુ ધાબી, તા.૧૩
ઈજિપ્તની અલ-અઝહર યુનિવર્સિટીના વડાએ સોમવારે જણાવ્યું હતું કે આધુનિકતા વિશે પશ્ચિમી વિચાર મુસ્લિમ મહિલાઓ માટે અનુસરવા માટે “શ્રેષ્ઠ ઉદાહરણ” નથી. અલ-અઝહરના મુખ્ય ઇમામ શેખ અહેમદ અલ-તૈયબે જણાવ્યું હતું કે “ઇસ્લામ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપે અને તેમના પર કોઈ બંધનો મૂકતો નથી અને મહિલાઓને બંધનોથી મુક્ત રાખે છે,”. અબુ ધાબીમાં ગ્લોબલ સમિટમાં તેઓએ જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ “આજની મહિલાઓ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો કરતાં પરંપરાઓથી વધુ પ્રભાવિત છે,”
શેખે જણાવ્યું હતું કે કેટલીક રીતે સ્ત્રીઓની પરિસ્થિતિ આમૂલ ઇસ્લામવાદીઓના પ્રભાવ હેઠળ અને ઇસ્લામિક રાજ્ય તરફી લોકોના કારણે કથળી છે. જો કે તેમણે આગ્રહ કર્યો કે પશ્ચિમી જીવનનું અનુકરણ એ તેનો ઉકેલ નથી.
તેમણે જણાવ્યું હતું કે, “આધુનિકતાના પશ્ચિમી વિચારનું અનુકરણ કરવું વિશ્વના લોકો માટે ઠીક નથી. જો કે તેમણે સ્વીકાર્યું કે વૈજ્ઞાનિક વિચારો અને માનવતાવાદી પ્રગતિ તેના “હકારાત્મક પાસાઓ” છે.
બે દિવસની આ સમિટમાં વિશ્વભરમાં માંથી ૫૦ મહિલા સંસદીય નેતાઓ આવ્યા છે.
Recent Comments