(એજન્સી)                                                       તા.૨૦

ભારતની સર્વોચ્ચ અદાલતના વકીલ કરુણા નંદી કહે છે કે,

બંધારણની કલમ ૧૨૩ (૩-એ)માં ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમુદાય કે ભાષાના મુદ્દે ભારત નાગરિકો વિવિધ વર્ગો વચ્ચે તિરસ્કાર લાગણી કે દુશ્મની ઊભી કરવી કે આવા કૃતયુ કરવા કે તેને પ્રોત્સાહન આપવું તેને એક “ભ્રષ્ટ પ્રથા” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. હિન્દુત્વનો ચુકાદો મૂળ બાલ ઠાકરેના ભાષણ સાથે વ્યહવાર કરે છે જેમાં તેઓએ આ દેશ માત્ર હિન્દુઓ સાથે સંકળાયેલ છે એવી કેટલીક ભયંકર વાતો કરી હતી.

એ સમયે ન્યાયમૂર્તિ વર્માની બેન્ચ દ્વારા કહેવામા આવ્યું હતું કે શ્રી બાલ ઠાકરે આ ‘ભ્રષ્ટ પ્રથા’ માટે પ્રતિબદ્ધ હતા. પરંતુ ન્યાયમૂર્તિ વર્માએ ભારતીયતા સાથે હિન્દુત્વ મિશ્રિત કેટલાક પ્રાસાંગિક નિવેદનો કર્યા હતા. મે  તેમની સાથે કામ કર્યું હતું અને તેમના માટે ખૂબ જ આદર છે. તેમણે પાછળથી તેમના વિચારો બદલ્યા હતા અને તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે તેમના આ ચુકાદા પર ફરીરી વિચાર કરી શકાય છે. હિંદુત્વનો વિચાર ભારતીયો પર એકરૂપતા લાદવાનો છે. તેથી આપણે શું હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ એ મહત્ત્વનું છે. અને જો આપણી એવી ઇચ્છા હોય તો પણ  મારા મતે આપણે બંધારણીય ફેરફાર વગર હિન્દુ રાષ્ટ્ર બનાવી શકીએ તેમ નથી. કારણ કે બંધારણનું મૂળ માળખુ બિનસાંપ્રદાયિકતા અને સમાન અધિકાર સાથે રચવામાં આવ્યું છે.

પત્રકાર અને લેખક, નિખિલ દિક્ષિત કહે છે કે,

ભારતીય સંસ્કૃતિ, બધા ધર્મોની સાથે બાંધવામાં આવેલ એક નાજુક બંધન છે અને હિંદુ એ પૈકીનું એક બંધન છે. હિન્દુત્વ મુખ્યત્વે હિંદુ પરથી ઉતરી આવ્યું છે, તેની ભારતીયતા સાથે સરખામણી કરી શકાય નહીં. વધુમાં, ભારતીયતા એ કોઈ પ્રકૃતિ નથી, તેથી તેને હિંદુ સાથે સરખાવી શકાતી નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક શબ્દ ‘ભારતીયતા’ નો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ શબ્દ હિન્દુત્વ અને ભારતીયતાનું સંગમ છે. પરંતુ તેઓને કોઈ સહકાર મળ્યો ન હતો. વર્ષોથી આ શબ્દ ‘હિન્દુત્વ’નો રાજકીય પક્ષો દ્વારા ખૂબ જ વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી આ શબ્દે પોતાનો સાચો અર્થ ગુમાવ્યો છે અને હવે આ શબ્દ માત્ર એક હિન્દુ અને એક બિન-હિન્દુની દૃષ્ટિએ જોવામાં આવે છે. માટે એ લગભગ અશક્ય છે કે તેને ભારતીયતા સાથે સરખાવી શકાય.

ફિલ્મ નિર્માતા અને સામાજિક-રાજકીય નિરીક્ષક મહેશ ભટ્ટ કહે છે કે,

“હું હિન્દુ બ્રાહ્મણ પિતા અને શિયા મુસ્લિમ માતાનો પુત્ર છું અને મે એક કોન્વેન્ટ શાળામાં ઈટાલિયન પાદરીઓ દ્વારા મારા જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન અભ્યાસ કર્યો છે. મે મારા બાળપણમાં ગણપતિ ઉત્સવ, કોન્વેન્ટ શાળામાં મધર મેરીના ગીતો, મોહરમના મરશિયા વિશે વિચાર્યું છે. અને મારા માટે એ વધુ મહત્વપૂર્ણ છે કે મને અન્ય લોકો કરતા વધુ અનુભવ મળ્યો છે. આ મારા જીવનનું મહત્ત્વનું એક પાસું છે. મને લાગે છે કે આ વિવિધતા જે મને એક અનન્ય ભારતીય બનાવે છે. કુદરતે અમને મહાન વિવિધતા આપી છે, જે આપણને એકતા તરફ દોરે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લોકોની વિવિધતા એ ભારતીયતા છે. જ્યારે તમે માનવ વિચારને સ્થિર કરો છો ત્યારે તમે મંદિરો અને ચર્ચ બનાવો છો. પરંતુ જીવન અને ભારતીયતા સતત વહેતો પ્રવાહ છે આની તમે તેના પર પૂર્ણ વિરામ મૂકી શકો નહીં.