(એજન્સી) તા.૧૧
જો તમારે સમજવું જ હોય કે આઈકિયા સ્ટોરના ભારતમાં પ્રવેશથી શું પરિવર્તન થયું છે તો તમારે ફેસબુક પર ડીઆઈવાય (ડૂ ઈટ યોરસેલ્ફ) નામનો વીડિયો જોવાની જરૂરી છે. ડીઆઈવાય ઉપર લોકો જાતે બનાવીને પોતાના વીડિયો અપલોડ કરી રહ્યાં છે. તે લોકોને ઘણું પસંદ છે. લોકો હવે તેના માટે ગાંડાતુર બની ગયા છે. જે જે દેશોમાં આઈકિયા સ્થાપિત છે ત્યાંના લોકો માટે તે એકમાત્ર વિકલ્પ સમાન છે. દેશમાં પશ્ચિમમાં લોકોને મુશ્કેલીથી કોઇ સુથાર મળતું હતું જેનાથી તે પોતાનું સપનાનું ઘર બનાવી શકતા હતા. જોકે આઈકિયાની વાત જ જુદી છે. અહીં મજા પણ છે. પણ આ સ્વિડિશ બ્રાન્ડના ભારતમાં આગમનની સાથે જ લોકો કેમ ગાંડાતુર બની ગયા છે. હૈદરાબાદમાં આઈકિયાનું પ્રથમ સ્ટોર શરૂ થતાંની સાથે જ ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. દરેક લોકો આઈકિયાની મુલાકાત લેવા માગતા હતા. લોકોએ ફેસબુક ઉપર પણ લોકોને તેના વિશે માહિતી આપી હતી. આઈકિયા શું છે? ૧૭ વર્ષીય ઈંગ્વાર કમ્પાર્ડે ૧૯૪૩માં આઈકિયા બ્રાન્ડની સ્થાપના કરી હતી. જોકે દાયકાઓમાં જ તે વિશ્વભરમાં છવાઈ ગયા. કમ્પાર્ડનો ૨૦૧૫માં વિશ્વના ટોચના ૧૦ ધનિકોમાં પણ સમાવેશ કરાયો હતો. ત્યારે તેમની મિલકત ૪૦ બિલિયન ડોલર એટલે કે ૨,૭૫,૬૨૦ કરોડ જેટલી હતી. ત્યારથી કંપની સતત વિકાસ કરી રહી છે. આઈકિયાના પૂરું નામ ઈંગ્વાર કમ્પાર્ડના નામ સાથે રાખવામાં આવ્યું છે. તેમાં ઈનો અર્થ એલ્મત્યાર્ડ છે. આ એ જગ્યા છે જ્યાં તેમનો ઉછેર થયો હતો જ્યારે એનો અર્થ અગુનયાર્ડ છે જે સ્વિડનમાં તેમની હોમટાઉન છે. પહેલા આઈકિયા મેઈલ પર ઓર્ડર લેતું હતું અને તેના પાંચ વર્ષમાં તે ફર્નિચર બજારમાં જાહેરમાં આવ્યું. કમ્પાર્ડે તેમનું પ્રથમ ફર્નિચર સ્ટોર અલમહોલ્ટ, સેમલેન્ડમાં ૧૯૫૮માં શરૂ કર્યુ હતું અને ૨૦૧૭માં તેમના ૪૯ દેશોમાં લગભગ ૪૧૫ જેટલા સ્ટોર હતા. ભારતમાં પ્રવેશવા માટે આઈકિયાએ લગભગ ૧૨ વર્ષ સુધી રાહ જોવી પડી હતી. કેમ કે ૨૦૦૬માં ભારત સરકારે કાયદો બનાવ્યો હતો કે વિદેશી બ્રાન્ડે ૫૧ ટકા ભાગીદારી સાથે ૪૯ ટકાનો ભાગીદાર ભારતીય રાખવો પડશે. જોકે તેના કારણે આઈકિયાએ આ વિચાર પડતો મૂક્યો હતો. જોકે ૨૦૧૨માં સરકારે જાહેરાત કરી હતી કે આઈકિયા ભારતમાં ૭૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે. ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે ૨૦૧૨ નવેમ્બરમાં આઈકિયાને ભારતમાં સ્ટોર ખોલવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. મુંબઈમાં ૨૦૧૬માં તેણે જમીન ખરીદી. તે દિલ્હી અને બેંગ્લુરુમાં પણ સ્ટોર શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. તેણે પ્રથમ સ્ટોર હૈદરાબાદમાં બનાવવાની જાહેરાત કરી હતી. કંપની હવે દેશભરમાં ૨૫ સ્ટોર શરૂ કરશે અને તેના માટે ૨૦૨૫ સુધીનો લક્ષ્યાંક રાખ્યો છે. તે અનેક પ્રકારની વેરાયટી ધરાવે છે. તેને ત્યાં કિડ્‌સ પ્લેઝોન છે, રેસ્ટોરન્ટ છે અને નેપની જગ્યા પણ છે. અહીં આખો દિવસ એક પિકનિક સમાન બની રહે છે.