ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇદી અમીન વચ્ચે સૌથી વધુ સામ્યતા લોકોને કોમ્યુનિકેટ કરવામાં છેકેટલાક લોકો એવું કહેશે કે ૧૯૭૦ના આફ્રિકન સરમુખત્યાર ઇદી અમીન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સામ્યતા થઇ શકે નહીં પરંતુ ઇદી અમીન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખાસ કરીને કોમ્યુનિકેશનની બાબતમાં ચોંકાવનારી સામ્યતા છેે

 

(એજન્સીવોશિંગ્ટન, તા.

સામાન્ય સુસ્થાપિત ધોરણો તોડવાની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઝુંબેશ અને અગાઉના પ્રશાસનની અન્ય વિભાજક ઐતિહાસિક હસ્તીઓ ખાસ કરીને અમેરિકાના પુરોગામી પ્રમુખો સાથે તુલના થઇ છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે કોમ્યુનેટ કરે છે તે જોતા તેમની સ્ટાઇલ ૧૯૭૦ના દાયકાના આફ્રિકન સરમુખત્યાર ઇદી અમીનને મળતી આવે છે.

૧૯૭૧થી ૧૯૭૯ વચ્ચે હ્યુગાન્ડામાં ઇદી અમીનના સરમુખત્યારી શાસન દરમિયાન જે લોકો રહેતા હતા તેમને દાયકાઓ બાદ હવે ટ્રમ્પના ભાષણો અને પત્રકાર પરિષદમાં અથવા તો જ્યારે ટ્રમ્પ પોતાના તોફાની ટ્વીટ કરે છે ત્યારે તેમાં ઇદી અમીનના પડઘા સ્પષ્ટપણે સંભળાય છે.

જો કે મારે એક સ્પષ્ટતા કરવી પડશે કે લોકશાહી રીતે ચંૂટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની હ્યુગાન્ડાના કહેવાતા કસાઇ જે રીતે સત્તા પર આવ્યા હતા અને પોતાના વર્ષના શાસન દરમિયાન તેમણે જે પાશવી રીતે કામ લીધું હતંુ તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની કોઇ પણ રીતે તુલના થઇ શકે નહીં. ઇદી અમીનના શાસન દરમિયાન નાગરિકોનો મૃત્યુઆંક લાખ મૂકવામાં આવે છે.

અહીં જે તુલના કરવાનો પ્રયાસ છે તે કોમ્યુનિકેશનની સ્ટાઇલ અને ટોનની સામ્યતા અંગે છે. ટ્રમ્પ અને અમીન સંપૂર્ણપણે અલગ અલગ યુગના અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશન ધરાવતા હોવા છતા બંને ટેલિજેનિક હસ્તીઓ વચ્ચે કેટલીક સમાનતાઓ છે.

અમીનના કેટલાક આપખુદી આદેશો રેડિયો અને ટીવી તેમજ અખબારો દ્વારા જારી કરવામાં આવ્યા હતા. તેમણે આવો એક આદેશ હ્યુુગાન્ડામાંથી એશિયન /ભારતીય સમુદાયની હકાલપટ્ટી કરવા માટે કર્યો હતો. તેમણે એવી જાહેરાત કરી હતી કે મેં ઇન્ડિયન અને એશિયનોને હાંકી કાઢવા માટે એટલા માટે નિર્ણય કર્યો છે કારણ કે હ્યુગાન્ડાના લોકોને સ્વતંત્રતાના ફળો ચાખવા મળવા જોઇએ એવી ખાતરી ટ્રમ્પે મેક્સિકોના કેટલાક ઇમિગ્રન્ટ્સને ગેરકાયદે દેશનિકાલ કરવાની આપી હતી.

ઇદી અમીનની સ્ટાઇલમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવી જાહેરાતો કરે છે. બંને પ્રમુખો વચ્ચે ઝડપી કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગમાં સામ્યતા જોવા મળે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સતત ટ્વીટ કરીને કોમ્યુનિકેટ કરે છે જ્યારે ઇદી અમીન ટેલિગ્રામ મોકલવામાં માનતા હતા. ઇદી અમીનેના કલંકિત પ્રમુખ રિચાર્ડ નિક્સનને વોટર ગેટ કૌભાંડમાંથી તાત્કાલિક બહાર આવવાની શુભેચ્છા આપતો ટેલિગ્રામ મોકલ્યો હતો. ઇદી અમીન પોતાના અધિકારીઓને રેડિયો અને ટીવી પર હકાલપટ્ટી કરવાનું પસંદ કરતા હતા. ટ્રમ્પ પણ પદ્ધતિ અપનાવી રહ્યા છે.