‘અંકુશ રેખા પરથી આજ તકનો રાષ્ટ્રવાદી અહેવાલ……. આજ તક માટે એક પ્રમોશનલ સામગ્રી.

ઉરીમાં આતંકવાદી હુમલામાં  ૧૭ સૈનિકો માર્યા ગયા એ પછી સરકાર વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. પણ આ દિવસોમા કેટલાક અખબારો અને ડિજિટલ પ્લેટફોર્મ ધરાવતી ટીવી ચેનલોએ પાકિસ્તાનમાં દાખલ થઈને ભારતીય દળો દ્વારા કરવામાં આવેલા ગુપ્ત ઓપરેશન વિશે એક વાર્તા પ્રકાશિત કરી હતી. અને પાકિસ્તાનના કાશ્મીરમાં ૨૦ આતંકવાદીઓની હત્યા કરી હતી એવા સમાચાર આપ્યા હતા.

જો કે આર્મીએ આ હુમલો કરવામાં આવ્યો નથી એવી સ્પષ્ટતા કરી હતી. તેમ છતાં પણ એક વેબસાઇટે આ વાર્તા માટે ભારપૂર્વક તથ્યોની પુષ્ટિ કરી હતી. ઘણા અન્ય સમાચારપત્ર, ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર મુખ્યત્વે ચુપકીદી સાધી લેવામાં આવી હતી કારણ કે આ સત્તાવાર સમાચાર ન હતા.

“ઉરીનો બદલો” જેવા શીર્ષક હેઠળ પોતાની વાર્તા પ્રગટ કરનાર લોકોએ તેની અધિકૃતતા તપાસી ન હતી. અને આ સ્નાયુબદ્ધ, રાષ્ટ્રવાદી સંપદકો વાંચકોમાં જુસ્સો પેદા કરવા અલગ જ સ્વરમાં મીડિયાનો ખૂબ લાંબા સમયથી ઉપયોગ કરીને તદ્દન વિપરીત ધ્યેય સાથે આવા સમાચાર આપે છે.

‘રક્ત ઊકળે છે…… ઉરી પછી ઝી ન્યૂઝનો ખાસ કાર્યક્રમ.

તે દિવસો હવે પૂરા થઈ ગયા છે કે મુખ્ય સમાચારમાં સૈનિકોને શહીદો અને નાયકો કહેવામાં આવતા હતા. હવે પત્રકારો સરકારના ચીયર લીડર્સ બની ગયા છે. સામાજિક મીડિયા પર પાકિસ્તાનનો સંપૂર્ણપણે નાશ કરવો, અને અંતિમ ઉકેલ તરીકે પરમાણુ વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ એવી સલાહ સાયબર-યોદ્ધાઓ આપતા રહે છે. ટેલિવિઝનની ચર્ચામાં કેવી રીતે શ્રેષ્ઠ સાર્વભૌમ રાષ્ટ્ર માટે આંતરરાષ્ટ્રીય કાયદાની કોઈ સમજ ન ધરાવતા લોકો લશ્કરી વ્યૂહરચના અંગે ચર્ચા કરે છે. જ્યારે ભાજપના પ્રવકતા, રંગબેરંગી બયાનબાજી કરતા રહે છે અને આનંદથી જાહેર કરે છે કે આ દેશ આગામી વર્ષે તેની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે નહિં.

ખાનગી નાગરિકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ પત્રકારો આવા મક્કમતાપૂર્વકના ઉદ્દેશથી બચવું ન જોઈએ? અને તેમના કામમાં  સ્વસ્થતાપૂર્વક અને સચોટ માહિતી ન આપવી જોઈએ?  કે ખરેખર તેઓએ માત્ર સરકારની જ વાત માનવી જોઈએ ?

કારગીલ યુદ્ધ એ ટેલિવિઝન પર કદાચ એવો પ્રથમ પ્રસંગ હતો. છે જ્યારે પત્રકારોએ જોયા કે સમજયા વગર રિપોર્ટિંગ શરૂ કર્યું હતું.

શું ભારતીય પત્રકારો રાષ્ટ્રવાદી નથી? હા, તેઓ પણ રાષ્ટ્રવાદી લાગણી અનુભવતા હોય છે, પરંતુ તેઓએ વ્યાવસાયિક પ્રતિબદ્ધતા મુજબ હંમેશા સારા અને સચોટ સમાચાર આપવાના પ્રયત્ન કરવા જોઈએ. દરેક ભારતીય નાગરિક ઈચ્છે છે કે સરકારે ઉરી ત્રાસવાદી હુમલાના ગુનેગારો સામે કેટલાક પગલાં લેવા જોઈએ પરંતુ જ્યારે હેડલાઇન્સમાં “વેર” જેવા શબ્દો વાપરવાથી વાતાવરણ ઉત્તેજક બની જાય છે.

અમારા ટીવીના ક્રોધિત મેજબાન પોતાની આગેવાનીમાં યુદ્ધ લડી રહ્યા હોય તેવું લાગે છે. અને સૈનિકો પણ પોતે હોય અને વિજય મેળવી લીધો હોય તેવી વાતો કરે છે. વિશ્લેષકો હવે આવી ચર્ચાનો ભાગ બની ગયા છે. આ બધુ નઁ માટે અને અનન્ય મુલાકાતીઓ અને આવક અને મૂલ્યાંકન માટે પણ કરવામાં આવે છે પરંતુ બુદ્ધિશાળી દર્શક જાણે છે કે આ એક ભાવનાશૂન્ય કસરત છે. અને આ પૂર્વગ્રહ અને સૌથી ખરાબ પ્રકારની અંધરાષ્ટ્રીયતા છે. ઉરીના હુમલા પછી આજ તકનો કાર્યક્રમ ‘યુદ્ધ રૂમ તૈયાર છે હવે અમે પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર છીએ’ વ્યંગાત્મક રીતે, સરકાર પોતે આ વસ્તુઓ વધુ શાંતિથી સાંભળી રહી છે. અત્યાર સુધી તેની પ્રતિક્રિયા મૌન છે, તે લશ્કરી પગલાંને બદલે મુત્સદ્દીગીરી પર આધાર રાખે છે. હજુ પગલાઓની જાહેરાત કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી સામાજિક મીડિયા વપરાશકર્તાઓ અને પત્રકારો અંધ રાષ્ટ્રવાદનું પ્રદર્શન કરી રહ્યા છે. મીડિયાએ અહી અમુક પ્રશ્નો પૂછવાની જરૂર છે. ઉરી હુમલા વિશે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. દાખલા તરીકે, ગુપ્ત ઇંટેલિજન્સ એજન્સીઓ શું કરી રહી હતી? કેવી રીતે અને શા માટે આવું થાય છે? પઠાણકોટમાં હુમલા પછી લશ્કરી સ્થાપનો પર સુરક્ષા મજબૂત કરવામાં આવી ન હતી? અને જો નહીં તો તેના માટે જવાબદારી કોણે લેવી જોઇએ?  હજુ સુધી, અમે ભાગ્યે જ કોઈને ઉત્તરદાયિત્વ માટે અને ખોટું થવા માટે કોઇ પ્રશ્નો અથવા માંગ કરી નથી. કે કોઈના રાજીનામા માંગવામાં આવ્યા નથી. જે રાષ્ટ્રવાદી મીડિયાની વ્યક્તિઓ માત્ર બે વર્ષ પહેલાં મનમોહન સિંહની ટીકા અને અપમાન કરતું હતું તે સમૂહ આ મુદ્દે  હવે શાંત લાગે છે. કડવી વાસ્તવિક્તા એ છે કે એક અખબાર જ્યારે એક વાર્તા પ્રગટ કરે છે જે સત્તાવાર કથા સાથે સંરેખિત નથી તો સરકાર માંગણી કરે છે કે સંરક્ષણ કથાઓને ‘પૂર્વ ચકાસણી’ વગર રજૂ કરવામાં ન આવે. આ સેન્સરશીપ છે જે અસ્વીકાર્ય છે. એ સ્પષ્ટ છે કે, પત્રકારોનો ખૂબ જ ટેકો હોવા છતાં, સરકારને હજુ પણ સંતોષ નથી. અને તે આજે પણ સરકાર પર શંકા કે પ્રશ્નો સહન કરી શકતી નથી. સરકાર કામ કરી રહેલા વ્યાવસાયિકોને બદલે અંધ ટેકેદારોને પસંદ કરે છે. અને આ માટે બધા પત્રકારોને ચિંતા થવી જોઈએ – કારણ કે ભવિષ્ય માટે આ સારા સમાચાર નથી.

-સિદ્ધાર્થ ભાટિયા                                                                                                               (સૌજન્ય : ધ વાયર .ઇન)