(એજન્સી) તા.૬
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ હવે માસ્ક પહેરવા સંબધી નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. વૈશ્વિક આરોગ્ય એજન્સી નવી ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે. લોકોએ તે સ્થળો પર માસ્ક પહેરવા જોઈએ જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી શકાતું નથી. નવા દિશાનિર્દેશામાં માહિતી આપવામાં આવી છે કે, ફેસ માસ્ક કયો લોકોએ પહેરવા જોઈએે, કઈ પરિસ્થિતિઓમાં પહેરવા જોઈએ અને તેની બનાવટ અથવા સામગ્રી શું હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, માસ્ક પહેરવા સંબંધી દિશાનિર્દેશો અંગે WHOની ટીકા થઈ છે. જણાવવામાં આવ્યું છેે કે, માસ્કના લગાવવા સંબંધી WHOના દિશાનિર્દેશોના કારણે કોરોના સંપૂર્ણ વિશ્વમાં ઝડપથી ફેલાયો
માસ્ક આવા હોવા જોઈએ : વિશ્વ આરોગ્ય સંગઠને માસ્કની ગુણવત્તા અંગે પણ માહિતી આપી છે. જણાવવામાં આવ્યું છે કે, નવી શોધથી મળેલી માહિતી પછી તેમાં કપડા અને અન્ય પ્રકારના માસ્કથી સંબધિત માહિતી સામેલ કરી છે. ફેસ માસ્કને બજારથી ખરીદી શકાય છે. પરંતુ તેમાં ત્રણ પડ હોવા જોઈએ. સુતરાઉનું અસ્તર, પોલિસ્ટરનું બહારનું પડ અને વચમાં પોલિપ્રોપાયલીનની બનેલી ‘ફિલ્ટર’ જેવું પડ.
આ સ્થળો પર પહેરો માસ્ક : વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી જણાવવામાં આવ્યું છે કે, દેશોએ પોતાને ત્યાં ભીડવાળા સ્થળો પર માસ્ક પહેરવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ, સાથે જ એવા સ્થળો પર પણ જ્યાં કમ્યૂનિટી ટ્રાન્સમિશન જેવી સ્થિતિઓ હોય. રેલવે, બસ જેવા ભીડવાળા સ્થળો પર પણ માસ્કનો ઉપયોગ કરી શકાય છે.
સંગઠનના મહાનિર્દેશકે કર્યો બચાવ : WHOના મહાનિર્દેશક ડોકટર ટેડ્રોસ એકટેર્નોમે ચેતવ્યા છે કે, ફેસ માસ્ક પર વધુ વિશ્વાસ કરવાથી પણ બચવુ પડશે. તેમના અનુસાર ફેસ માસ્ક આ રોગને હરાવવા માટે એક વ્યાપક રણનીતિને ભાગ માત્ર છે અને અન્ય સાવધાનીના ઉપાય અપનાવવા પણ તેટલા જ જરૂરી છે. હું તે અંગે વધુ સ્પષ્ટતાથી નથી જણાવી શકતો. માત્ર માસ્કનો ઉપયોગ તમને કોરોનાથી નહીં બચાવે, શારીરિક અંતર જાળવવા, હાથને સ્વચ્છ રાખવા અને જાહેર આરોગ્ય સુરક્ષાના અન્ય ઉપાયોની જરૂરતોનો વિકલ્પ માત્ર માસ્ક નથી હોઈ શકતો.