એન્ડી મરે સતત બીજી વખત ટ્રોફી જીતવા તૈયાર

સેરેના રમશે નહીં : ફેડરર, નડાલ, જોકોવિક તેમજ એન્ડ મરે ફાઇનલ પહેલાં આમનેસામને આવે તેવી સંભાવના

લંડન, તા. ૨

જેેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી રોમાંચક વાતાવરણમાં ઇંગ્લેન્ડના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે શરૂઆત થઇ રહી છે. ઐતિહાસિક ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેઇન ડ્રોની મેચ આવતીકાલથી શરૂ થઇ જશે. ત્યારબાદ ૧૬મી જુલાઇ સુધી ચેમ્પ્યિનશીપ ચાલનાર છે. વર્ષ ૨૦૧૭ની સ્પર્ધા ચેમ્પિયનશીપના લાંબા ઇતિહાસની ૧૩૧મી એડિશન છે. પુરૂષોના વર્ગમાં બ્રિટીશ સ્ટાર એન્ડી મરે તેના તાજને જાળવી રાખવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહ્યો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ભાગ નહી લીધા બાદ રોજર ફેડરર ફરી મેદાનમાં ઉતરી રહ્યો છે. તેને પણ પ્રબળ દાવેદાર ગણી શકાય છે. સ્પેનીશ સ્ટાર રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપનમાં રેકોર્ડ ૧૦મી વખત ટ્રોફી જીતી લીધા બાદ તે પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સતત બે વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ મેદાનમાં ઉતરી રહી નથી. સગર્ભાવસ્થાના કારણે તે મેદાનમાં ઉતરી રહી નથી. આ વખતે સિગલ્સ વિજેતાને મળનાર રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ માટે ડ્રોની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ટોચના ખેલાડીઓ ફાઇનલ પહેલા આમને સામને આવી શકે છે. વિમ્બલ્ડનમાં કુલ ઇનામી રકમ વધારીને ખેલાડીઓને ખુશખુશાલ કરવના પ્રયાસ કરવામાં આવ્યા છે. કુલ ઇનામી રકમ ૩૧.૬ મિલિયન યુરો પહોંચી ગઈ છે. પુરુષો અને મહિલાઓની સિંગલ્સ સ્પર્ધા જીતનાર ને ૨.૨ મિલિયન યુરો આપવામાં આવશે જ્યારે મહિલાઓ અને પુરુષો ડબલ્સ માટેની ઇનામી રકમમાં પણ આ વખતે વધારો કરવામાં આવ્યો છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયન્સશીપમાં સેરેના વિલિયમ્સ આ વખતે મેદાનમાં ઉતરી રહી નથી. એન્ડી મરે ટાઇટલ જાળવી રાખવા માટે પ્રયાસ કરી શકે છે. સર્બિયાના નોવાક જોકોવિકે વિમ્બલ્ડન પહેલા જ બ્રિટનમાં મોટી સ્પર્ધા જીતીને પોતાના હરીફ ખેલાડીઓને ચેતવણી આપી દીધી છે. ગ્રાન્ડસ્લેમમાં ઉંચા નૈતિક જુસ્સા સાથે તે મેદાનમાં ઉતરનાર છે. નોવાક જોકોવિકનું કહેવું છે કે, વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં તે વધુ આશાવાદી છે. આંદ્રે અગાસીના નેતૃત્વ હેઠળ હાલમાં તે કોચિંગ લઇ રહ્યો છે. જોકોવિકની કોચિંગ ટીમમાં ભૂતપૂર્વ સાતમાં ક્રમાંકિત ખેલાડી મારિયો એન્સીકની મદદ લેવામાં આવી છે. બીજી બાજુ મહિલાઓના વર્ગમાં આ વખતે સેરેનાની ગેરહાજરીમાં હેલેપ, પ્લીસકોવા ફેવરિટ તરીકે રહેશે. હાલમાં જ પ્લીસકોવા ફ્રેન્ચ ઓપનમાં ફાઈનલમાં પહોંચી હતી. પ્લીસકોવાનો દેખાવ તાજેતરના સમયમાં સારો રહ્યો છે. આ ઉપરાંત છઠ્ઠી ક્રમાંકિત વોઝનિયાકી પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બીજી બાજુ રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ ફરી એકવાર પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. ફેડરર અને નડાલ વચ્ચે આ વખતે સ્પર્ધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફ્રેન્ચ ઓપનમાં કોચિંગ સાથે અગાસીએ જોકોવિક સાથે પોતાના કોન્ટ્રાક્ટની શરૂઆત કરી હતી.

 

ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો

વિમ્બલ્ડન ઇનામી રકમ

લંડન,તા. ૨

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ આવતીકાલથી શરૂ થઇ રહી છે ત્યારે ટેનિસ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે વિમ્બલ્ડન ટેનિસમાં ઇનામી રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે.  કોને કેટલી રકમ મળશે તે નીચે મુજબ છે.

સિગલ્સ વિજેતા   ૨૨૦૦૦૦૦ યુરો

ફાઇનલિસ્ટ           ૧૧૦૦૦૦૦ યુરો

સેમીફાઇનલિસ્ટ  ૫૫૦૦૦૦ યુરો

ક્વાર્ટર ફાઇનાલિસ્ટ           ૨૭૫૦૦૦ યુરો

રાઉન્ડ ૧૬            ૧૪૭૦૦૦ યુરો

રાઉન્ડ ૩૨            ૯૦૦૦૦ યુરો

રાઉન્ડ ૬૪            ૫૭૦૦૦ યુરો

રાઉન્ડ ૧૨૮        ૩૫૦૦૦ યુરો