લંડન,તા. ૧૧
ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનના શક્તિશાળી ખેલાડી રાફેલ નડાલની હાર થતા તે બહાર થઇ ગયો છે. તેની હાર થતા મોટો અપસેટ સર્જાયો હતો. ૧૦મી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસમાં તાજ જીતીને અહીં પહોંચેલા નડાલની લક્સેમ્બર્ગના ૧૬મા ક્રમાંકિત ખેલાડી મુલરની સામે ૬-૩, ૬-૪,૩-૬,૪-૬ અને ૧૫-૧૩થી હાર થઇ હતી. ચોથા રાઉન્ડમાં તેની હાર થઇ હતી. મુલર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. રોજર ફેડરરે તેના હરિફ પર સીધા સેટોમાં જીત મેળવી હતી. મહિલા વર્ગમાં સ્ટાર ખેલાડીઓની આગેકુચ જારી રહી છે.અગાઉ જર્મનીની કાર્બરે અમેરિકાની રોજર્સ પર ૪-૬, ૭-૬ ૬-૪થી જીત મેળવી હતી. મુગુરુઝાઅ પણ પોતાની મેચ જીતી લીધી હતી. કુઝનેતસોવાની પણ આગેકુચ જારી રહી હતી. વોઝનિયાકીની પણ શાનદાર જીત થઇ હતી. મહિલા વર્ગમાં સ્પર્ધા વધુ રોચક રહી છે. સ્પેનની મુગુરુઝાએ રોમની ખેલાડી ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી જ્યારે રડવાન્સ્કાએ પણ રોમાંચક જીત હાસલ કરી હતી. પુરુષોના ચોથા રાઉન્ડની મેચમાં સિલિકે પોતાના હરીફ ખેલાડી રોબર્ટો ઉપર ૬-૨, ૬-૨, ૬-૨થી જીત મેળવી હતી જ્યારે બર્ડિંકે થીમ ઉપર જીત મેળવી હતી. એન્ડી મરેએ બેનોઇટ પેરે ઉપર ૬-૧, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી જ્યારે રોજર ફેડરરે પોતાના હરીફ ખેલાડી ડિમિત્રોવ ઉપર ૬-૪, ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં ચોથા રાઉન્ડમાં સ્પેનની મુગુરુઝાએ જર્મનીની કાર્બર ઉપર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૪-૬, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. રશિયાની કઝનેત્સોવાએ રડવાન્સ્કા ઉપર ૬-૪, ૬-૨થી જીત મેળવી હતી. વિનસ વિલિયમ્સે તેની હરીફ ખેલાડી અન્ના ઉપર ૬-૨, ૬-૨થી જીત મેળવી હતી.