(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
શહેરના હીરાબાગ નવી શક્તિનગર સોસાયટીમાં રહેતા ઇસમને કાપોદ્રા પોલીસનો બાતમીદાર હોવાને વહેમ રાખી ત્રણ જણાએ વાયરમેન ઉપર તલવારથી હુમલો કરી પોલીસ કેસ કરશે તો મર્ડર કરી દેવાની ધમકી આપ્યાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હીરાબાગ નવી શક્તિનગર સોસાયટીમાં રહેતા વાયરમેન પ્રભાશંકર રામછૈવર મિશ્રાએ આરોપી કમલેશ ઉર્ફે કમલા, અનિલ ખટીક, સતલા રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદી પાસે આવીને તું પોલીસનો બાતમીદાર છે કહી તલવારથી હુમલો કર્યો હતો. આમલેટ લારીવાળા બાબુ ઉર્ફે જિતેન્દ્ર સમજાવવાનો પ્રયાસ કરતા ગેસના ચુલા પાઈપથી માર માર્યો હતો. ત્રણેય આરોપીએ ધમકી આપી હતી કે પોલીસ કેસ કરશે તો મોર્ડર કરી નાખીશ. કાપોદ્રા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.