(એજન્સી)                    બ્રુસેલ્સ, તા.૧

ગુરૂવારે યુરોપિયન સંઘના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, કે દાઈશ યુદ્ધ ક્ષેત્રમાં રહેતા બાળકો અને મહિલાઓ તેમના વતનમાં એટલે કે યુરોપમાં પરત ફરી રહ્યા છે. યુરોપિયન સંઘની ન્યાયિક એજન્સી યુરોજસ્ટના પ્રમુખ મિશેલ કોનિન્સ્ક્ષે જણાવ્યંુ કે મધ્યપૂર્વીય યુદ્ધ ક્ષેત્રમાંથી યુરોપિયન દેશોમાં પરત ફરી રહેલી મહિલાઓ અને બાળકોનો નવો ટ્રેન્ડ એ સૂચવે છે કે યુરોપિયન દેશો તેમની સાથે વિશેષ રીતથી કામ લે. યુરોપિયન દેશો માટે આ મુદ્દો ચિંતામાં વધારો કરનાર છે કે, દાઈશ ઈરાક અને સીરિયામાં પરત ફરી રહ્યા છે. કોનિન્સક્ષે એક યુરોપિય સંસદ સમિતિને જણાવ્યું કે તેમણે આ મુદ્દે એક રિપોર્ટ જારી કર્યો છે કે જે રીતે મહિલાઓ અને બાળકો યુરોપિયન દેશોમાં પરત ફરી રહ્યા છે. તેને જોતા તેમના પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

આ ઉપરાંત યુરોપિયન સંઘ રાજ્યોની વચ્ચે આ મુદ્દે થયેલી ચર્ચાનું તારણ એ આવ્યું કે યુરોપિયન દેશોમાં પરત ફરનાર મહિલાઓ અને બાળકો છે. તેનો અર્થ એ નથી કે તેમને લીધે સુરક્ષા નહીં જોખમાય. એવું નથી કે તમે બાળકો અને મહિલાઓ છો, તો તમે જોખમરૂપ નહીં હોવ. જો તમે આતંકી ઈરાદાઓ અને ક્ષમતા ધરાવો છો અથવા આ બંને એક જ સમયે આપની પાસે છે. તો તમે જોખમનું કારણ બની શકો છો. બાળકો સાથે જોડાયેલી આ પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ હતી જેથી યુરોપિયન સગીર ગુનાહિત ન્યાય પ્રણાલીને અનુકૂળ બનાવવાની શરૂઆત કરવી જરૂરી બનશે. પીડિત તરીકે પરત ફરી રહેલા સગીરોનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવું પડશે. પરંતુ જો હત્યારાઓ રૂપે યુવાઓ પરત ફરી રહ્યા હોય તો તેમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે અને જે મહિલાઓ અને બાળકો ભૂતકાળમાં આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. જો તેઓ યુરોપિયન દેશોમાં પરત ફરી રહ્યા  છે તો તેઓનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત ઊભી થાય છે, કારણ કે તે લોકો અન્ય રહેવાસીઓ માટે જોખમકારક સાબિત થઈ શકે છે.