(એજન્સી) વોશિંગ્ટન, તા.૮
વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાના મુદ્દે ભારતીયો વિશ્વમાં સૌથી પ્રથમ આગળ છે. ર૦૧૮માં પોતાની સ્થિતિ જાળવી રાખી. બીજા સ્થાને ચીન છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ પ્રવાસી ભારતીયોએ આ વર્ષે ૮૦ અબજ ડોલર ભારતમાં મોકલ્યા. જ્યારે પ્રવાસી ચીનના નાગરિકોએ ૬૭ અબજ ડોલર ચીન મોકલ્યા. ત્યારબાદ ત્રીજા સ્થાને મેક્સિકોના પ્રવાસી નાગરિકો આવે છે. તેમણે ૩૪ અબજ ડોલર તેમજ ચોથા સ્થાને પ્રવાસી ફિલિપાઈન્સના નાગરિકોએ ૩૪ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા. પાંચમાં સ્થાને ઈજિપ્તના પ્રવાસી નાગરિકોએ ર૬ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા છે. વિશ્વ બેંકના માઈગ્રેશન એન્ડ રેમિટન્સ રિપોર્ટ મુજબ સ્વદેશ ધન મોકલવામાં વિશ્વમાં ભારતીયો સૌથી આગળ છે. બેંકના જણાવ્યા મુજબ વિકાસશીલ દેશોને કાયદેસર મોકલાયેલ નાણાં ર૦૧૮માં ૧૦.૮થી વધીને પર૮ ડોલર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. ગયા વર્ષે ૭.૮ ટકા દરની વૃદ્ધિ નોંધાઈ હતી. દુનિયાભરના દેશોમાં મોકલાયેલ ધન ૧૦.૩ર ટકા વધી ૬૮૯ અબજ ડોલર થવાની આશા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં મોકલાયેલ ધનમાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે. અમિરાતમાં નિકાસમાં ર૦૧૮ના પહેલાં છ માસિક સમયમાં ૧૩ ટકા વૃદ્ધિ દર્જ થઈ. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં તેમના પ્રવાસી નાગરિકો દ્વારા મોકલાયેલ ધનમાં ૧૭.૯ અને ૬.ર ટકાની વૃદ્ધિ થઈ છે.