(એજન્સી)   ક્વાલાલંપુર, તા.ર૭

મલેશિયાની રાજધાની ક્વાલાલંપુરમાં એક પરિષદ અને પ્રદર્શન “ધી વર્લ્ડ ઓફ મુસ્લિમ વુમેન : રેશમ જેવી નરમ અને લોખંડ જેવી મજબૂત” યોજવામાં આવી હતી જેમાં દર વર્ષે ઈસ્લામિક માસ ઝીલ હિજાહની નવમી તારીખે ‘વિશ્વ મુસ્લિમ મહિલા દિવસ’ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ત્રણ દિવસની આ સમિટના અંતિમ દિવસે ૧૩ મુદ્દાઓ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષિત મુસ્લિમ મહિલાઓની સંખ્યા વધારવા માટે અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની વૈશ્વિક ભૂમિકાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ યાદીમાં ઇસ્લામોફોબિયા, આંત્યતિક્તા, લિંગ ભેદભાવ અને નિરક્ષરતા જેવા મુદ્દાઓ વિરૂદ્ધ લડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ યાદીમાં શાંતિ પ્રક્રિયાઓ માટે મહિલાઓનો ફાળો, “આંતરરાષ્ટ્રીય મુસ્લિમ મહિલા સહકાર નેટવર્ક” સ્થાપિત કરવા માટેનો ઠરાવ, અને દર વર્ષે ઝીલ હિજાહની નવમી તારીખે “વિશ્વ મુસ્લિમ મહિલા દિવસ” ઉજવવા જેવી જાહેરાતોનો સમાવેશ થાય છે. આ સમિટના સમારંભમાં મલેશિયાના મહિલા, કુટુંબ અને સમુદાય વિકાસ પ્રધાન રૂહાની અબ્દુલ કરીમે વિશ્વમાં શાંતિ સ્થાપવા મુસ્લિમ મહિલાઓની ભૂમિકાની ચર્ચા કરી હતી અને આ સમિટમાં આવેલા દર્શકોને તેઓએ સામનો કરેલ વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે તક આપી હતી. તેમણે સમિટની પ્રશંસા કરતાં એવી દલીલ કરી હતી કે “આવી બેઠકો મુસ્લિમ મહિલાઓ વચ્ચે એકતા અને એકતાને પ્રોત્સાહિત કરશે.”

ટર્કીશ એશિયન સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (TASAM)ના વાઇસ પ્રેસિડન્ટ તોમય અર્જને જણાવ્યું હતું કે આ પરિષદ “ખૂબ જ ઉપયોગી હતી.”

તેમણે ઉમેર્યું કે “અમે આ પરિષદમાં ચર્ચા કરી હતી કે અમે મુસ્લિમ મહિલાઓ માટે શું કરી શકીએ તેમ છીએ. આ દરમિયાન મને તુર્કીની સ્ત્રીઓ સિદ્ધિઓ સમજાવવા માટે અને તેમને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયત્નો કરવાની તક મળી હતી,” આ સમિટમાં ભાગ લેનાર સંસ્થાઓમાં TASAMના પ્રતિનિધિઓ, ઇસ્લામિક વિકાસ મલેશિયા વિભાગ (ત્નછદ્ભૈંસ્), મલેશિયા ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી (JAKIM), ઇસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (IIUM) અને વિશ્વ ઇસ્લામિક ફોરમ, મલેશિયાના મહિલા, કુટુંબ અને સમુદાય વિકાસ પ્રધાન રૂહાની અબ્દુલ કરીમ ઉપરાંત તુર્કીના કુટુંબ અને સામાજિક નીતિઓના નાયબ પ્રધાન અને ટર્કિશ સંસદ સભ્યો અને અધિકારીઓ તેમજ નાગરિક સમાજની વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ પરિષદનું મલેશિયા ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી, ટર્કીશ એશિયન સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને તુર્કી સ્થિત અન્ય બિન-સરકારી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.