બેલફાસ્ટ, તા.૧૪
આયરલેન્ડ વિરૂદ્ધ વેસ્ટઈન્ડિઝની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. જેના કારણે કેરેબિયન ટીમને વિશ્વકપ માટે સીધું ક્વોલિફાઈ કરવા માટે આગામી વન-ડે સિરીઝમાં ઈંગ્લેન્ડને પ-૦ અથવા ૪-૦ના અંતરથી હરાવવું પડશે. જેનાથી તે આઠમું સ્થાન ધરાવતા શ્રીલંકાને પાછળ પાડી શકે. જે ટીમ સીધું ક્વોલિફાય નહીં કરી શકે તેને ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ રમવી પડશે.