બર્લિન,તા. ૬
વર્લ્ડકપ ક્વાલિફાઈંગ મેચોનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. રોમાંચક મેચમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મનીએ નોર્થન આયર્લેન્ડ ઉપર ૩-૧થી જીત મેળવીને વર્લ્ડકપમાં સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી હતી. જર્મની તરફથી વાગનર અને અન્ય ખેલાડીઓએ ધરખમ દેખાવ કર્યો હતો. જોઇ લોઉના નેતૃત્વમાં જર્મનીની ટીમ સતત શાનદાર દેખાવ કરવાની દિશામાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ અન્ય ક્વોલિફાઇંગ મેચોમાં પણ કેટલાક અપસેટ પણ જોવા મળ્યા હતા. દક્ષિણ અમેરિકન રાઉન્ડ અપની વાત કરવામાં આવે તો આર્જેન્ટીનાની આશા હજુ પણ પૂર્ણ થઇ નથી. આર્જેન્ટીનાની પેરુ સાથેની મેચ ૦-૦થી બરોબર રહેતા આ ટીમ હજુ સુધી વર્લ્ડકપ ક્વાલિફાઇંગમાં જ છે. ટીમ વર્લ્ડકપમાં પહોંચી શકી નથી. પેરુ સાથેની મેચ ડ્રો થઇ ગયા બાદ આર્જેન્ટીનાની વર્લ્ડકપમાં પ્રવેશ માટેની આશા હજુ પુરી થઇ નથી. જાદુગર લિયોનેલ મેસ્સીની ઉપસ્થિતિ હોવા છતાં ટીમ પેરુ સામે જીતી શકી ન હતી. બ્યુનોસએરમાં રમાયેલી આ મેચમાં મેસ્સીની ઉપસ્થિતિ છતાં મેચ ડ્રો રહેતા ફુટબોલ ચાહકો ખુબ જ નિરાશ થયા હતા. આ પરિણામથી આર્જેન્ટીના દક્ષિણ અમેરિકાના મેરોથોન ક્વાલિફીકેશન રાઉન્ડમાં છઠ્ઠા રાઉન્ડ પર છે. પ્રથમ ચાર ટીમોમાં તે સામેલ થઇ રહી નથી. હવે આગામી સપ્તાહમાં આગામી મેચો વધુ રોમાંચક રહી શકે છે. ચિલી અને સાતમાં સ્થાને રહેલી પરાગ્વેની ટીમ વચ્ચે ખુબ ઓછુ અંતર છે. અન્ય મેચમાં પરાગ્વેએ પણ જીત મેળવી હતી. વેનેઝુએલા અને ઉરુગ્વે વચ્ચેની મેચ ૦-૦થી બરોબર રહી હતી. બોલિવિયા અને બ્રાઝિલની મેચ પણ ૦-૦થી બરોબર રહી હતી જ્યારે ઇક્વેડોર ઉપર ચિલીએ ૨-૧થી જીત મેળવી હતી. રોમાંચક મેચોનો દોર જારી રહ્યો હતો. વર્લ્ડકપ ૨૦૧૮માં રશિયામાં સ્થાન મેળવી લેવામાં ચિલીએ આશા જીવંત રાખી છે. માત્ર એક મેચ બાકી હોવાથી બ્રાઝિલની પણ હજુ ઇચ્છા પુરી નથી. ઉરુગ્વેએ વેનેઝુએલાની મેચમાં પરિણામ મળ્યા ન હતા.