(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૯
ક્રિકેટમાં સટ્ટાબાજોના કિસ્સા જૂના છે. પરંતુ મોટા ખેલાડીઓના નામ તેમાં આવી ગયા છે. વિશ્વ ક્રિકેટ તેની ચપેટમાં છે. આઈસીસીના એક અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે ભ્રષ્ટાચારના મુદ્દે સૌથી વધુ ભારતીય ખેલાડીઓના નામો છે. આઈસીસી શ્રીલંકા ક્રિકેટ મેચમાં ભ્રષ્ટાચારના ઊંડાતારની તપાસ કરી રહી છે. આ સપ્તાહમાં શ્રીલંકાના મહાન ખેલાડી જયસૂર્યા આઈસીસીની ભ્રંષ્ટાચાર વિરોધી સંહિતાનું ઉલ્લંઘન કરનાર આ વિસ્તારનો પહેલાં ખેલાડી હતો. પરંતુ જયસૂર્યા ફિક્સિંગનો આરોપ લાગ્યો નથી. પરંતુ તપાસ કરનાર અધિકારીઓ સાથે સહયોગ ન કરવા બદલ તેને દોષિત ઠરાવાયો. હાલમાં આસીસીએ ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના ક્રિકેટરો સાથે જોડાયેલ સક્રિય ભ્રષ્ટ વ્યક્તિઓ અંગે સૂચના બહાર પાડી હતી.
પાકિસ્તાને ૬ વર્ષ બાદ એક મોટા ખેલાડીએ મેચ ફિક્સિંગનો આરોપ સ્વીકાર્યો જેમાં ભારતીય અને શ્રીલંકાના સ્થાનિક સટ્ટેબાજો છે. પાકિસ્તાનના લેગસ્પીનર દાનિશ કનેરિયાએ સ્વીકાર્યું હતું કે તેણે મેચ ફિક્સ કરવા અનુભટ્ટ પાસેથી ધન લીધું હતું. તપાસમાં મોટાભાગના સટ્ટાબાજો ભારતીય નીકળ્યા. માર્શલનો આ ખુલાસો જો કે હેરાની વાળો હતો. કારણ કે ભારતીય સટ્ટાબાજો ર૦૦૦ મેચ ફિક્સિંગ કરવાના કેન્દ્રમાં હતા. તેમણે કહ્યું ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના ખેલાડીઓને ક્રિકેટમાં સક્રિય સટ્ટાબાજોના નામ અને ફોટા બતાવાયા હતા. જે શ્રીલંકા અને અન્ય દુનિયાના ખેલાડીઓને સામેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા. તે માટે અમે ખુલીને ભ્રષ્ટ વ્યક્તિઓની યાદી એકબીજાને આપી. તેમના ફોટા બતાવ્યા. તેમના નામ અને જાણકારી આપી. લાગે છે કે આ પ્રકારે ખેલાડીઓને બહેતર સૂચના મળશે.
આઈસીસીએ મોટો ખુલાસો કર્યો : વિશ્વમાં સૌથી વધુ સટ્ટાબાજો ભારતીય

Recent Comments