(એજન્સી) રિયાધ, તા.ર૩
ફ્રેન્ચના મીડફિલ્ડર ખેલાડી પોલ પોગ્બાએ મક્કા શહેરમાં આવેલ પવિત્ર કાબા શરીફનો પોતે ઉતારેલ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ફૂટબોલર વર્લ્ડકપના એક મહિના પહેલાં ફ્રેન્ચ ખેલાડી પોલ પોગ્બા ઉમરાહ કરવા સઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પહોંચ્યા છે અને ત્યાંથી પોલે કાબા શરીફ સાથેનો પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. રપ વર્ષીય મેન્ચેસ્ટર યુનાઈટેડનો સ્ટાર ફૂટબોલરે વીડિયોમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ અહીં આવે છે એ જ અહીંયાની ભાવના સમજી શકે છે. પોલે આગળ જણાવ્યું કે, ખૂબ જ સુંદર જગ્યા છે. સુંદર, સુંદર, સુંદર અને લાગણીઓ…. હં તમને જણાવી ન શકું. ફ્રેન્ચ ફૂટબોલરે કાબા શરીફની સામે ઊભા રહીને પોતાનો વીડિયો ઉતાર્યો છે. કાબા શરીફની ચારેયબાજુ મુસ્લિમો રોજે પાંચ વખતની નમાઝ અદા કરે છે. મોસ્કોમાં યોજાનાર ર૦૧૮ના ફૂટબોલર વર્લ્ડકપમાં ફ્રાન્સ માટે પોગ્બા ખૂબ જ મહત્ત્વનો ખેલાડી છે.