(એજન્સી) તા.ર૮
ઇસ્લામિક રેવોલ્યૂશનરી આયતુલ્લાહ સૈયદ અલી ખામેનાઇના આંતરરાષ્ટ્રીય બાબતોના વરિષ્ઠ સલાહકાર અર્ધ સ્વાયત્ત ઇરાકી કુર્દિસ્તાનના રાષ્ટ્રપતિ મસૂદ બરઝાની યહૂદીઓ માટે મધ્યસ્થીની ભૂમિકામાં છે. તેમણે બરઝાની પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે બરઝાની યહૂદીઓની નીતિને સફળ બનાવવા માટે અને મુસ્લિમ દેશોના ભાગલા પાડવા માટે મુસ્લિમ દેશોમાં યહૂદીઓની યોજનાઓ અને પ્લાનિંગનો અમલ કરી રહ્યાં છે. અલી અકબર વિલાયતીએ તેમના નિવેદનમાં રોષ ઠાલવતાં કહ્યું કે મસૂદ બરઝાની ઇઝરાયેલનો મધ્યસ્થી છે તે ઇસ્લામિક દેશોના ભાગલા પાડી યહૂદીવાદને આનંદિત કરવા માગે છે. તેમણે કહ્યું કે અમે પેલેસ્ટીનની સ્થિતિ જોઇ છે ત્યાં મુસ્લિમોની કેવી હાલત છે તેનાથી સમગ્ર દુનિયા વાકેફ છે. અમે બીજા ઇઝરાયેલની સ્થાપના થવા નહીં દઇએ. મુસ્લિમો તેને ક્યારેય નહીં સ્વીકારે. તમને જણાવી દઇએ કે ઇરાકના અર્ધસ્વાયત્ત કુર્દિસ્તાનમાં સોમવારના રોજ સ્વતંત્રતા જનમતસંગ્રહ યોજાઇ ગયું. જોકે બગદાદની સરકાર સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયોએ પણ આ મામલે ઇરાકના કુર્દિશો પર ભારે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ રેફરેન્ડમ ના યોજાય. તમને જણાવી દઇએ કે ઇરબિલ, સુલેમાનિયાહ અને દોહાક ખાતે વોટિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે લગભગ ૯ર ટકા જેટલા કુર્દિશોએ રેફરેન્ડમને પાસ કરવાની તરફેણમાં મત આપ્યો છે એટલે કે આટલા લોકો વિચારે છે કે કુર્દિશોએ હવે ઈરાકથી સ્વતંત્ર થઇ જવાની જરૂર છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે તેમની આકરી ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઇરાકી કુર્દિશોના રેફરેન્ડમથી સમગ્ર ઇરાકમાં અસ્થિરતા ફેલાઇ જશે. તેમણે કહ્યું હતું કે અમે ઇરાક તથા કુર્દિસ્તાનના રિજિયોનલ ગવર્મેન્ટના સાર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડિતતા, ઇરાકની એકતાનું સન્માન કરીએ છીએ પરંતુ અમારી એવી ઇચ્છા પણ છે કે બંને સરકારોએ એકબીજાને સહયોગ કરીને ચર્ચાના મંચ પર આવીને દ્વિપક્ષીય વાર્તાલાપ કરીને આ મુદ્દો ઉકેલવાની જરુર હતી. વિલાયતીએ કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે બરઝાની યહૂદીઓ સાથે સંકળાયેલી વ્યક્તિ છે અને તેમણે યહૂદીઓ પાસેથી ઘણું શીખ્યું છે. તેમણે કહ્યું કે કુર્દિસ્તાન તો ઇરાકનો જ ભાગ છે.