International

યહુદીવાદ અને આતંકવાદ મધ્યપૂર્વના દેશો માટે સૌથી ઘાતક ખતરા સમાન : રૂહાની

(એજન્સી) તા.૮
ઇરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ફરી એકવાર તેમના મુક્ત વિચારો રજૂ કરતાં કહ્યું છે કે મિડલ ઇસ્ટના દેશો માટે યહૂદીવાદ અને આતંકવાદ બંને એક ઘાતક ખતરા સમાન છે. આ બંનેનો બધાએ એકજૂથ બનીને પ્રતિકાર કરવાની જરુર છે. રવિવારે ઇરાનના પાટનગર તહેરાન ખાતે આયોજિત લેબેનોનના લોકસભાના સ્પીકર નબીહ બેરી સાથેની બેઠકમાં રુહાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિક ઇરાન લેબેનોનની સરકારની હંમેશા પડખે ઊભો રહેશે. તેમણે કહ્યું કે અમે લેબેનોનના રાષ્ટ્ર અને પ્રતિકારની દરેક ચળવળમાં ભાગીદાર બનીશું. તેમણે આ નિવેદન તાજેતરમાં યહૂદીવાદ અને આતંકવાદ સામે લેબેનોનના નાગરિકોના વિજયને પગલે કર્યુ હતું. તેમણે કહ્યું કે અરબ દેશોએ પણ લેબેનોનની આવી સમસ્યાનો ઉકેલવા માટે પહેલ કરવાની જરુર છે. તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું કે શિયા તથા સુન્ની સમુદાય વચ્ચે જો એકતાની સ્થાપના કરાશે તો લેબોનોન દેશ એક એવું મોડલ દેશ બની જશે જ્યાં એકતાની પ્રેરણા મળશે અને તમામ દેશો વચ્ચે સુમેળ સંબંધો સ્થાપિત કરવામાં મદદરુપ થશે. ઇરાનના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે તહેરાન અને બૈરુતે હંમેશાથી સૌહાર્દપૂર્ણ અને મિત્રતાભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. અમે દરેક એવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં એકબીજાને સહયોગી બનવા માગીએ છીએ. જોકે લેબેનોનના સ્પીકર બેરીએ કહ્યું કે મિડલ ઇસ્ટમાં ઇરાન સૌથી મજબૂત દેશ સમાન છે. તેમણે કહ્યું કે મિડલ ઇસ્ટના દેશોમાં ઇરાન સૌથી મજબૂત દેશ છે અને તેને આવી રીતે એકલો ન તરછોડી દેવો જોઇએ. બેરીએ તહેરાનની મુલાકાત રુહાનીના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે લીધી હતી. તેમણે કહ્યું કે તાજેતરની ચૂંટણીમાં જેવી રીતના ઊતાર-ચઢાવ જોવા મળ્યા છે તેનાથી ઇરાને સાબિત કરી દીધું છે કે તે મિડલ ઇસ્ટમાં પણ તાકાતવર દેશ છે. તેણે ઇસ્લામિક રિપબ્લિક દેશની શક્તિનો પરચો આપી દીધો છે. તદઉપરાંત આર્મેનિયન રાષ્ટ્રપતિ સર્જ સરગેસન સાથેની મુલાકાત દરમિયાન રુહાનીએ ચેતવણી આપી હતી કે આતંકવાદીઓ સીરિયા અને ઇરાકમાં હાર્યા બાદ હવે તેમના દેશમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એટલા માટે તમામ દેશોએ સાવચેત રહેવાનીજરુર છે કેમ કે તેમના દેશોમાં પણ હવે આતંકવાદ પગપેસારો કરી શકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    યમને ચેતવણી આપી કે જો રિયાધ સના વિરૂદ્ધ અમેરિકા સાથેસહયોગ કરશે તો તે સઉદી અરેબિયાને નિશાન બનાવશે

    (એજન્સી) તા.૨૭યમનના એક વરિષ્ઠ…
    Read more
    International

    ઈમેન્યુઅલ મેક્રોને ઇઝરાયેલને રફાહમાં બળજબરીપૂર્વક વસ્તી સ્થળાંતરણ અંગે ચેતવણી આપી

    (એજન્સી) તા.ર૭ફ્રાન્સના રાષ્ટ્રપતિ…
    Read more
    International

    કોલંબિયાના રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ અમલમાં નહીંઆવે તો ઈઝરાયેલ સાથેના સંબંધો તોડી નાખવાની ધમકી આપી

    (એજન્સી) તા.૨૭એનાદોલુ એજન્સીના અહેવાલ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.