(એજન્સી) તા.૧
એક વર્ષ અગાઉ એક ૪ વર્ષીય બાળક ઓમરાનનો ફોટો ચર્ચામાં આવ્યો હતો. જેના ચહેરા પર ધૂળ અને લોહીને લોહી જ દેખાતું હતું. તેનો ફોટો સીરિયાના છ વર્ષીય યુદ્ધ દરમિયાન એલેપ્પો શહેરોમાં કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઘવાયા બાદ લેવાયો હતો. તે એક એમ્બ્યુલન્સમાં બેસેલો દેખાતો હતો. જોકે ગત અઠવાડિયે વધુ એક બાળકીનો ફોટો ચર્ચામાં આવ્યો છે જે યમનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વ્યથા વ્યક્ત કરે છે. આ બાળકીનું નામ બુથાઇના મુહમ્મદ મનસોર છે. યમનના પાટનગર સનામાં થયેલા હવાઇ હુમલામાં તેના પરિવારના આઠ સભ્યોનાં મોત થયા છે. જોકે હવે તેનો ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે જેમાં તેને બચાવી લેવાયેલી દર્શાવાઇ છે. તે પણ કાટમાળ નીચે ચારથી પાંચ દિવસ દટાઇ રહી હતી. બુથાઇના હવે યુદ્ધ વિરોધી સિમ્બોલ બની ગઇ છે. ટિ્‌વટરના યૂઝરો આ હવાઇ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યાં છે અને કહે છે કે બુથાઇની હાલત એક નિરપેક્ષ કલંક સમાન છે અને વિશ્વના તમામ લોકોએ હવે તેમની આંખ પર પડેલા પડદા ઊઘાડા કરવા જોઇએ. ડોક્ટરો કહે છે કે બુથાઇનાને અનેક ઇજાઓ થઇ છે. માથામાં ફ્રેક્ચર થયું છે તેમ છતાં તે બચી ગઇ છે. જોકે બુથાઇના હજુ જાણતી નથી કે તેનો પરિવાર ક્યાં છે. જોકે તેને ભ્રમિત કરવામાં આવી રહી છે કે તેના કાકા મૌનિર તેને મળવા આવશે. જોકે તે પણ હવાઇ હુમલામાં માર્યા ગયા છે. શનિવારે હોસ્પિટલમાં જ તેમનું મોત થયું હતું. તેના બીજા કાકા સાલેહ મોહમ્મદ સાદ કહે છે કે મૌનીરને તેમના મોટા ભાઈ અને બોથાઇનાના પિતાએ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે સનાના ફાજ અતાન જિલ્લો જે તેમની પાડોશમાં આવેલ છે ત્યાં હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. કદાચ તેઓ ક્યારેય નહીં બચે. જ્યારે સાલેહ ત્યાં ગયો તો તેણે જોયું કે આખું મકાન કાટમાળમાં ફેરવાઇ ગયું હતું. તેણે કહ્યું કે મેં મારા ભાઇના પાડોશીનો અવાજ સાંભળ્યો અને તે પણ કાટમાળમાં દટાઇ ગયા હતા. મેં રોડા હટાવ્યાં તો જોયું તો બોથાઇનાના પિતા દટાઇ ગયા હતા અને તેમની પત્ની પણ દટાઇ ગઇ હતી. તે જીવિત નહોતાં. અમે કાટમાળ હટાવ્યો તો જોયું કે ભાઇ અમ્માર પણ દટાઇ ગયો છે. તેની બહેન પણ દટાઇ ગઇ છે અને જેમ જેમ તેમણે પ્રયાસો કર્યા તો બાકીના મૃત પણ બોથાઇના જીવિત અવસ્થામાં મળી. તે જીવિત હોવાથી તેમણે થોડાક રાહતના શ્વાસ લીધા. તે કહે છે કે અમે જ્યારે પણ અહીં આવતા હતા ત્યારે તેમની બહેન રાગાદ આવીને તેના પર પ્રેમ વરસાવતી હતી. અને જ્યારે અમે કહેતા કે હવે બસ થયું તો તે તેને ગળે ભેટવાનું ચાલુ જ રાખતી. યમનમાં પાટનગરમાં કરેલા હવાઇ હુમલાની જવાબદારી સઉદી અરબે સ્વીકારી છે તેમાં ૧૪ નાગરિકોનાં મોત થયા છે. આ ઘટનાને એક ટેકનિકલ ભૂલ ગણાવાઇ રહી છે. જોકે ડોક્ટરો અને ઘટનાસ્થળે હાજર લોકો કહે છે કે છ બાળકોનાં મોત થયા છે. હુમલા રહેણાંક વિસ્તારોમાં જ કરાયા હતા. તમને જણાવી દઇએ કે યુદ્ધની શરૂઆત ર૦૧પથી થઇ હતી જેમાં હૌથી વિદ્રોહીઓએ સના પર કબજો કરી લીધો હતો.