(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
પૂર્વ નાણામંત્રી અને ભાજપના બળવાખોર વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ એક ચોંકાવનારૂ નિવેદન આપતા કહ્યું છે કે, ભારત સરકાર બળના ઉપયોગ દ્વારા કાશ્મીરમાં બળવો કરી રહી છે. નવી દિલ્હીના સમાચાર પોર્ટલ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, આવી ધારણા કાશ્મીરમાં તેમના બે પ્રવાસ બાદ મળી છે જે દરમિયાન તેમણે કાશ્મીરની સ્થિતિ અંગે એક વરિષ્ઠ અધિકારી સાથે ચર્ચા કરી હતી. યશવંત સિંહાએ કહ્યું કે, મને જણાવવમાં આવ્યું કે, આ એક સિદ્ધાંત રાજ્ય છે- મેક્કિયાવેલી, ચાણક્ય, મેટ્ટર્નિચ. દરેક વ્યક્તિમાં રાજ્યનો સિદ્ધાંત હોય છે. તેથી અમારી પાસે એક રાજ્યનો સિદ્ધાંત પણ છે અને આ સિદ્ધાંત કોઇપણ બળવાને સમાપ્ત કરવા માટે બળનો ઉપયોગ કરે છે. તેમણે ઉમેર્યું કે, અધિકારીએ નામ ન લેવાની શરતે કહ્યુ કે, તેઓ બળનો ઉપયોગ કરી રહ્યા છે.
પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, હું જમ્મુ અને ખીણના જેટલા પ્રવાસ કરૂ છું તે એક જગ્યાએ સીમિત ન હતી. મેં તમને જણાવ્યું કે, નેપાળી કેમ ભારતને નફરત કરે છે.પરંતુ ખીણના લોકોના મનમાં નેપાળની સરખામણીએ વધુ નફરત છે. પૂર્વ મંત્રીએ કહ્યું કે, ભારત સરકારના જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે ખાસ કરીને ખીણના લોકો સાથે સંબંધ ખરાબ છે. હું નથી જાણતો કે આ સંબંધો સુધારવામાં કેટલો સમય લાગશે અને મને ગર્વ છે કે, કાશ્મીરમાં હજુ પણ અટલબિહારી વાજપેયી સન્માનિત છે. તેમણે માનવતાની નીતિનું પાલન કર્યુ છે બળનું નહીં. સરકારમાં રહેલી વ્યક્તિ બાદ મને લાગે છે કે, બળપ્રયોગ રાજ્યની નીતિ છે. કાશ્મીર પર આપણી નીતિનો પ્રશ્ન છે તો આપણે ભૂલ બાદ પણ ભૂલ કરી છે. હાલની સરકાર ફક્ત બળનો ઉપયોગ કરવામાં વિશ્વાસ કરે છે. પણ સમસ્યાઓને ઉકેલવા માટે કોઇ સહમતી નથી, લોકતંત્ર નથી, માનવતા નથી પણ જેટલી હોઇ શકે તેટલી ક્રૂરતાથી હત્યા કરવાનો પ્રયોગ કરવામાં આવે છે. આજે જે થઇ રહ્યું છે તેનાથી શું તમને લાગે છે કે, કાશ્મીરના લોકોના મનમાં ભારતીય રાજ્યના ગૌરવને જોડે છે. આપણે જમ્મુ-કાશ્મીરને ગુમાવી રહ્યા છીએ, એટલે સુધી કે ગુમાવી દીધું છે. તેનું કારણ એક જ છે કે, આપણે હજુ પણ બળપ્રયોગ માટે રાજ્યમાં સેનાને મુકી રાખીએ છીએ.