(એજન્સી) તા.૧૮
પ્રભા સાક્ષી પર છપાયેલ સમાચાર અનુસાર યશવંત સિંહા અહીંયા મુંબઈ સાહિત્ય મહોત્સવમાં બોલી રહ્યા હતા. ઐતિહાસિક ચુકાદા વિશે પૂછવા પર તેમણે કહ્યું સુપ્રીમકોર્ટનો ચુકાદો અયોગ્ય નિર્ણય છે. આમાં ઘણી ખામીઓ છે પરંતુ હું પણ મુસ્લિમ સમુદાયથી ચુકાદાનો સ્વીકાર કરવા માટે કહીશ. તેમણે કહ્યું ચાલો આગળ વધીએ છીએ. સુપ્રીમકોર્ટના ચુકાદા પછી કોઈ નિર્ણય નહીં. આ દરમિયાન યશવંત સિંહાએ એ પણ દાવો કર્યો કે લાલકૃષ્ણ અડવાણી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ શરૂઆતમાં બાબરી મસ્જિદ શહીદીને લઈને પસ્તાવો હતો પરંતુ પછી તે રામમંદિર આંદોલનનું શ્રેય લેવા લાગ્યા.