(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
હાલની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હોદ્દો છોડવાની જાહેરાત કરી હતી. તે અંગે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ કરેલા નિર્ણય મુજબ તેમણે પદ પરથી ઉતરી જવું જોઈએ નહીંતર આમ જનતામાં તેમની છબિ ખરાબ થયાનું જોખમ ઉઠાવવુું પડશે.
ટ્‌વીટર પર યશવંતસિંહાએ લખ્યું કે, તેમણે કોંગ્રેસને સલાહ આપી છે કે, ટૂંકાગાળા માટે કોંગ્રેસને અધ્યક્ષ મંડળથી ચલાવવી જોઈએ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.
તેમણે કહ્યું કે, અગાઉ પણ રાહુલ ગાંધીને ગઠબંધન અંગે સલાહ અપાઈ હતી. પરંતુ તેમણે ગઠબંધન કરવામાં ઘણું મોડું કરી દીધું. વર્તમાન પરિણામો બાદ રાહુલ ગાંધીએ પરાજય અંગે જવાબદારી સ્વીકારી હતી.