નવી દિલ્હી, તા. ૨૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્ણ નાણામંત્રી પી ચિદમ્બરમે પડી રહેલી અર્થવ્યવસ્થાને લઇને આજે મોદી સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. ચિદમ્બરમે કહ્યું હતું કે, તેઓ દેશભરમાં ફરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, અચ્છે દિન આવ્યા નથી. ખરાબ દિવસો ક્યારે જશે. ચિદમ્બરમે અર્થતંત્રની સમજ રાખનાર લોકોને અપીલ કરતા કહ્યું છે કે, તેઓ ભય છોડીને પડી રહેલી અર્થવ્યવસ્થાની સામે નિવેદન કરે અને આને લઇને લેખ પણ લખે.
યશવંત સિંહાના તોફાની ખુલાસાના ૧૦ મુદ્દા
૧. એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં યશવંતસિંહાએ જણાવ્યંુ હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી અર્થતંત્ર બેઠું થાય તેવી કોઇ સંભાવના નથી.
૨.એનડીએની અટલબિહારી સરકારમાં નાણામંત્રી રહેલા સિંહાએ જણાવ્યું હતું કે, જો તેઓ અત્યારે નહીં બોલે તો તેઓ પોતાની રાષ્ટ્રીય ફરજમાં નિષ્ફળ જશે.
૩. અર્થતંત્રને સંભાળવામાં ભાજપ સરકારની ટીકા કરતા યશવંત સિંહાએ જણાવ્યં હતું કે, નાણામંત્રીનું કામ અન્યત્ર દોરાવાને સ્થાને ૨૪ કલાક ધ્યાન રાખવાનું છે પરંતુ સુપરમેનની જેમ કામ કરી રહેલા અરૂણ જેટલી તેને ન્યાય આપી શક્યા નથી.
૪. ચિદમ્બરમે કહ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા ૧૮ મહિનાથી અર્થતંત્રમાં રહેલી ગંભીર નબળાઈઓને પ્રકાશમાં લાવી રહી છે. પરંતુ અમને આની અસર વિશે બોલતા ચૂપ કરાવી દેવાયા હતા.
૫. ચિદમ્બરમે અર્થતંત્રની સમજ રાખનાર લોકોને અપીલ કરતા કહ્યું છે કે, તેઓ ભય છોડીને પડી રહેલી અર્થવ્યવસ્થાની સામે નિવેદન કરે અને આને લઇને લેખ પણ લખે. ભાગ્યે જ હિંદીમાં બોલતા ચિદમ્બરમે કહ્યું કે, ‘ડર કો છોડ દો’
૬. ચિદમ્બરમે કહ્યું હતું કે, સિંહાએ પોતાના લેખમાં અર્થતંત્ર નબળું પડતું જતું હોવાનું લખ્યું છે તેનાથી ભાજપની આગેવાનીવાળી સરકારના નેતાઓ ભીંસમાં આવી ગયા છે.
૭. ચિદમ્બરમે આ પહેલા ટિ્‌વટર ઉપર કહ્યું હતુ ંકે, યશવંતસિંહાએ સત્તાથી સત્યની વાત કરી છે. હવે કેન્દ્ર સરકાર સત્યને સ્વીકાર કરે છે તે મહત્વની બાબત છે.
૮. આ દરમિયાન રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર સરકારની કટાક્ષ કરતા જણાવ્યું કે, ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ તમારો સહપાઇલટ અને નાણામંત્રી બોલી રહ્યો છે, ઝડપથી તમારા સીટ બેલ્ટ બાંધી લો અને જગ્યા લઇ લો. આપણા વિમાનની પાંખો તૂટી ગઇ છે.’
૯. સરકારનો બચાવ કરતા ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યં હતું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને વિશ્વસ્તરે ભારતની શાખ જળવાયેલી છે.
૧૦. રાજનાથે જણાવ્યં હતંુ કે, સમગ્ર વિશ્વ માને છે કે, ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આ સત્યને કોઇ ભૂલવું ન જોઇએ. વિશ્વ ફલકે ભારતની શાખ જળવાઇ રહી છે.