(એજન્સી) તા.ર૯
પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ કહ્યું હતું કે, મધ્યસ્થ બજેટ દરમિયાન એનડીએ સરકાર આર્થિક સર્વે રજૂ ન કરી શકે, ફાયનાન્સ બિલ લાવી ન શકે અને નવી સેવાઓની જાહેરાત ન કરી શકે અને આમ કરવું ગેરબંધારણીય હશે. ભાજપના નેતૃત્વવાળી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે કે મધ્યસ્થ બજેટ તેની અટકળો વચ્ચે સિંહાએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે લોકો કહે છે કે, સૃંપૂર્ણ બજેટ રજૂ કરવા સામે કોઈ કાયદો નથી તો પછી આપણા બંધારણમાં આર્ટિકલ-૧૧૬ શા માટે છે ? ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે પણ સંપૂર્ણ બજેટ સામે વાંધો ઉઠાવ્યો હતો.