આપણા જીવનમાં ક્યારેક કંઈક એવું અણધાર્યું બની જતું હોય છે, તે ખુશી લાવે છે કે આંસુ તે તો પરિસ્થિતિ પર આધારિત છે. ઘણી વખત આપણે વિચાર્યું પણ ન હોય તેવું કંઈક આપણા જીવનમાં બની જાય છે. તેવું જ કંઈક પશુ-પંખીઓ અને જીવજંતુઓ સાથે બનતું હોય છે. ક્યારે તેનો ભક્ષક તેનો કોળિયો કરી જશે તેનો અણસાર સુદ્ધાં નથી હોતો. જો નસીબ સાથ આપે તો ભક્ષકના સકંજામાંથી છૂટીને તે પોતાનો જીવ બચાવી લે છે નહીં તો એના દુર્ભાગ્યે તે કોઈકનું ભોજન બનીને દરેક મોટો જીવ નાના જીવનું ભક્ષણ કરે છે તે કુદરતની ખાદ્ય શ્રૃંખલાને યથાવત રાખે છે.

ગેલાપાગોસ દ્વીપ સમૂહ પર રહેતી ઈગુઆના નામની દરિયાઈ ગરોળી ભક્ષક સાપથી પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરતી અને ઉછળતી કૂદતી જોવા મળી હતી તે સમયની આ તસવીર છે.