Tasveer Today

યૌમે નકબા

Palestinians shout slogans during a rally marking the 67th anniversary of the "Nakba" on May 15, 2015 near the border with Israel, east of Khan Younis in the southern Gaza Strip. "Nakba" means in Arabic "catastrophe" in reference to the birth of the state of Israel 67-years-ago in British-mandate Palestine, which led to the displacement of hundreds of thousands of Palestinians who either fled or were driven out of their homes during the 1948 war over Israel's creation. AFP PHOTO / SAID KHATIB (Photo credit should read SAID KHATIB/AFP/Getty Images)

એક હોં મુસ્લિમ હરમ કી પાસબાની કે લિયે
નીલ કે સાહિલ સે લે કર તા બાખાક-એ-કાશ્ધાર
– અલ્લામા ઈકબાલ

‘યૌમે નકબા’નો અર્થ ‘આપત્તિનો દિવસ’ છે. આ દિવસની ઉજવણી ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ઈઝરાયેલી સ્વતંત્રતા દિવસના એક દિવસ બાદ એટલે કે ૧પ મેના રોજ કરવામાં આવે છે. પેલેસ્ટીનીઓ માટે આ દિવસ પોતાની જ ભૂમિ પરથી વિસ્થાપનનો વાર્ષિક સ્મરણોત્સવ છે. જેની ઉજવણી ૧૯૮૪માં ઈઝરાયેલે સ્વતંત્રતાની ઘોષણા કરી ત્યારબાદથી કરવામાં આવે છે. આ શરણાર્થીઓ અને તેમના લાખો વંશજો આજે જોર્ડન, લેબેનોન, સીરિયા, વેસ્ટબેંક અને ગાઝાપટ્ટી વચ્ચે વહેંચાઈ ગયા છે. સાથે જ લાખો પેલેસ્ટીનીઓનુું ઈઝરાયેલમાં આંતરિક વિસ્થાપન થયું છે.
‘નકબા’ની ૬૭મી જયંતી વખતે દક્ષિણી ગાઝાપટ્ટી ખાતે રેલી દરમ્યાન એક વયોવૃદ્ધ પેલેસ્ટીની સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે સમયની આ તસવીર છે. બળજબરીથી કરાયેલા ઈઝરાયેલી રાજ્યના ઉદયના કારણે અત્યાર સુધી લાખો પેલેસ્ટીનીઓનું વિસ્થાપન થયું છે.